________________
અને ઉત્તમ મનુષ્યપણું એ બે ને છોડીને બાકીના સમસ્ત સંસારના કલેશથી તે મુક્ત છે. માટે સંસારના દુઃખોથી ભયભીત એવા ભવ્ય જીવોએ સમ્યગ્દર્શનની આરાધનામાં સદાય તત્પર રહેવું જોઈએ.
(સાગાર ધર્મામૃત અ.૧ - ગાથા ૧૩) ૧૦. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પણ શ્રેષ્ઠ છે જે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ છે તે મોક્ષમાર્ગમાં રહેલો છે, પરંતુ મિદષ્ટિ મુનિ મોક્ષમાર્ગી નથી, માટે મિથ્યાદષ્ટિ મુનિ કરતાં સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ શ્રેષ્ઠ છે. .
(રત્નાકરંડ શ્રાવકાચાર - ગાથા ૩૩) ૧૧. બંધ અને મોક્ષનું કારણ: બંધના કારણ સંક્ષેતથી મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. તેનાથી અધિક જે કાંઈ કહેવામાં આવે તે આ ત્રણનો જ વિસ્તાર છે.
શ્રી જિનેન્દ્રદેવે કહેલો મુક્તિમાર્ગ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર એ ત્રણ સ્વરૂપ છે, તેનાથી જ સંવર-નિર્જરારૂપ ક્રિયા થઈ મોક્ષ પ્રાપ્ત થાય છે. (તસ્વાનુશાસન ગાથા ૮,૨૪) ૧૨. સમ્યકત્વના પ્રતાપથી પવિત્રતા : શ્રી ગણધરદેવોએ સમ્યગ્દર્શન સંપન્ન ચંડાળને પણ દેવ સમાન કહ્યો
છે. ભસ્મમાં છુપાયેલ અગ્નિની ચિનગારીની જેમ તે આત્મા ચાંડાળ દેહમાં રહેલો હોવા છતાં
સમ્યગ્દર્શનના પ્રતાપથી તે પવિત્ર થઈ ગયો છે તેથી તે દેવ છે. (રત્નાકરંડ શ્રાવકાચાર ગાથા ૨૮) ૧૩. સવિકલ્પ દશા વખતે જ હું દ્રવ્ય સ્વભાવે નિર્વિકલ્પ સમજ પરમ તત્વ છું એમ જેને પર્યાયમાં
સ્વીકાર આવ્યો ત્યાં તે જીવને ભાવકર્મનું કર્તા-ભોક્તાપણું છૂટી ગયું ને તેનો માત્ર જ્ઞાતા રહી ગયો. એ રીતે ભાવકર્મનું કર્તા-ભોક્તાપણું છૂટી જતાં તે જીવને દ્રવ્યકર્મનો પણ નિરોધ થઈ જાય છે ને દ્રચકર્મ અટકી જતાં સંસારનો પણ નિરોધ થઈ જાય છે. એક અખંડ જ્ઞાયકભાવનો સ્વીકાર આવતાં સંસાર અટકી જાય છે.
(પૂ. ગુરુદેવશ્રી) ૧૪. કમબદ્ધ પર્યાયની સિદ્ધિમાં સમ્યકત્વ છેઃ જે સમયે જે પર્યાય થવાની છે તે થવાની જ છે એ નિશ્ચય છે
- એમાં અજ્ઞાનીને શંકા થાય છે કે એમ માનતા તો નિયત થઈ ગયું ! અરે ! નિયત એટલે નિશ્ચય છે અને પર્યાયના નિશ્ચયથી પર્યાય ઉપરથી દષ્ટિ હટી ગઈ અને પરની કર્તબુદ્ધિ છૂટી જાય છે એટલે જ્ઞાતા-દષ્ટ થાય છે - “હું જાણનાર છું, કરનાર નથી' એ જ્ઞાતાપણું થવું તે ક્રમબદ્ધનું પ્રયોજન છે. જે સ્વનો જ્ઞાતા થયો એ સમ્યગ્દષ્ટિ થઈ ગયો.
(પૂ. ગુરુદેવશ્રી) ૧૫. સંસારી જીવમાં સાંસારિક ગુણો એટલે કે વિકારી પર્યાય હોય છે ને સિદ્ધને સદા નિર્વિકારી પર્યાય
હોય છે. વિકાર કે અવિકાર અવસ્થા-પર્યાયમાં અસ્તિત્વ ધરાવે છે. વર્તમાન વર્તતી પરિણતીમાં તે તે પર્યાયની અસ્તિ છે ખરી તો પણ તે વસ્તુસ્વભાવમાં નથી. ત્રિકાળી ધ્રુવ સામાન્ય એકરૂપ દ્રવ્યમાં તેની અસ્તિ છે જ નહિ.
(પૂ. ગુરુદેવશ્રી) ૧૬. જેણે દુઃખનો નાશ કરવો છે તેણે પ્રથમ શું કરવું? - કે પર તરફના વિકલ્પો છોડી, રાગનો પ્રેમ
તોડી, મતિને અંદર જોડવી. વારંવાર બુદ્ધિપૂર્વક સ્વ તરફ જોડાણ કરવું. પૂર્ણ જ્ઞાનાનંદ ભગવાન