________________
૬૩
૧૪. સમ્યગ્દર્શન વિના વિરતીની શક્યતા નથી અને વિરતી વિના મુક્તિની શક્યતા નથી. ૧૫. જિનવાણીના વિરાટ સાગરમાં સૌથી મહત્ત્વની ત્રણ વસ્તુઓ છે.
(૧) અહિંસા (૨) સ્યાદ્વાદ (૩) સમ્યગ્દર્શન. આ બધાનો સાર વીતરાગતા જ છે. ૧૬. પ્રવચન અનુસારી જીવન જીવવારૂપ પ્રવચનભક્તિ તો મારામાં નથી, પણ વ્યક્તિઓને વિધિમાર્ગનું
કથન કરવું; વિધિ પ્રત્યે અનુરાગ દાખવવો, વિધિના રાગીઓ સામે વિધિનું સ્થાપન કરવું અને
અવિધિનો નિષેધ કરવો એવી જે પ્રવચનભક્તિ અર્થાત્ સમ્યગ્દર્શન છે તે તો મારામાં છે જ! ૧૭. હે શ્રાવક! સંસારના દુઃખોનો ક્ષય કરવા માટે પરમ શુદ્ધ સમ્યકત્વને ધારણ કરીને અને તેને મેરુ પર્વત
સમાન નિપ રાખીને તેને જ ધ્યાનમાં ધ્યાવ્યા કરો. ૧૮. જે જીવ સમ્યકત્વને ધ્યાવે છે તે જ સમ્યગ્દષ્ટિ છે અને સમ્યકત્વરૂપ પરિણમનથી તે જીવ અષ્ટ
કર્મોનો ક્ષય કરે છે. ૧૯. ત્રણ કાળમાં ત્રણ લોકમાં પણ પ્રાણીઓને સમ્યકત્વ સમાન બીજું કાંઈ શ્રેયરૂપ નથી તેમજ - મિથ્યાદર્શન સમાન બીજું કાંઈ અહિતરૂપ નથી. ૨૦. જેઓ સિદ્ધ થઈ ગયા છે, વર્તમાનમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે તે બધાય નિશ્ચયથી
આત્મદર્શન(સમ્યગ્દર્શન) વડે જ સિદ્ધ થાય છે એમ નિઃશંકપણે જાણો! ૨૧. જે પ્રાણી કષાયના આતાપથી તમ છે, ઇન્દ્રિય વિષયરૂપી રોગથી મૂછિત છે અને ઇટ વિયોગ તથા
અનિષ્ટ સંયોગથી ખેદ ખિન્ન છે - તે બધાને માટે સમ્યકત્વ હિતકારી ઔષધી છે. ૨૨. જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગ્દર્શન છે. યમ અને પ્રશમભાવનું જીવન સમ્યગ્દર્શન જ છે અને તપ
તથા સ્વાધ્યાયનો આધાર પણ સમ્યગ્દર્શન જ છે. ૨૩. આ સમ્યગ્દર્શન મહારત્ન છે, સર્વ લોકમાં એક ભૂષણરૂપ છે, સર્વલોકમાં અત્યંત શોભાયમાન છે
અને તે જ મોક્ષ પર્વત સુખ દેવામાં સમર્થ છે. ૨૪. સમ્યગ્દર્શન એ મોક્ષનો દરવાજો છે. સુખનો પ્રારંભ ત્યાંથી થાય છે. ૨૫. સમ્યકત્વ વગરના જીવો પુણ્ય સહિત હોય તો પણ જ્ઞાનીઓ તેને પાપી કહે છે; કારણ કે પુણ્ય-પાપ
રહિત સ્વરૂપનું ભાન ન હોવાથી પુણ્યના ફળની મીઠાસમાં પુણ્યનો વ્યય કરીને, સ્વરૂપના ભાન
રહિત હોવાથી પાપમાં જવાના છે. ૨૬. સમ્યકત્વ સહિત નરકવાસ પણ ભલો છે અને સમત્વ રહિતનો દેવલોકમાં નિવાસ પણ શોભા
પામતો નથી. ૨૭. અપાર એવા સંસાર સમુદ્રથી રત્નત્રયીરૂપ જહાજને પાર કરવા માટે સમ્યગ્દર્શન થતુર ખેવટિયો
(નાવિક) છે.