________________
૫
૬૮
સમ્યગ્દર્શનનો અર્થ
૧. વ્યાખ્યા :
શબ્દાર્થ : સમ્યક્ત્વ એટલે નિર્મળ શ્રદ્ધા, વિશ્વાસ, આત્માની પ્રતીતિ, લક્ષ અને અનુભવ.
સમકિત એટલે સાચી માન્યતા, યથાર્થ શ્રદ્ધા.
‘દર્શન’ શબ્દની ઉત્પત્તિ વા ધાતુથી થઈ છે. જેનો શાબ્દિક અર્થ છે ‘દેખવું’ - ‘જોવું’. પ્રત્યક્ષ જાણવું.
સમ્યગ્દર્શનમાં ‘દર્શન’નો પ્રયોગ શ્રદ્ધાનના અર્થમાં છે. સામાન્ય અવલોકન કે ‘દેખવું’ એવાં અર્થમાં નથી. આલોચનાત્મક વ્યાખ્યા અથવા તર્કપૂર્ણ નિરીક્ષણ ‘દર્શન’નો અર્થ થાય છે. આધ્યાત્મિક દર્શન પણ અર્થ થાય છે. સમ્યક્ત્વનો અર્થ થાય છે સચ્ચાઈ. પોતાના અસ્તિત્ત્વની સચ્ચાઈનો અનુભવ એનું જ નામ સમ્યગ્દર્શન.
આત્માના દ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
આત્મા નામના નિર્મળ તેજનો નિર્ણય કરવો અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં રુચિ ઉત્પન્ન થવી અર્થાત્ તે જજ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પ્રમાણે આત્મા સાક્ષાત ભાસે તે જ પ્રમાણે તેનો અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. તે જ આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે.
તે જ આત્મસ્વરૂપમાં લીન થઈ જવાને સમ્યગ્યારિત્ર કહેવામાં આવે છે.
સમ્યક્ત્વ એટલે જે છે તે - યથાર્થ, ઉચિત સત્ય.
આત્મા સત્ છે. તેની શ્રદ્ધા એ સમકિત છે. એ એક જ સત્ય છે.
યથાયોગ્ય આત્માને જાણવું તે સમ્યજ્ઞાન છે.
યથાયોગ્ય આત્માનું શ્રદ્ધાન થવું એ સમ્યગ્દર્શન છે.
જેનો ભાવ એ છે કે સંપૂર્ણ સત્યને આત્માની સન્મુખ ઉપસ્થિત કરવું તે.
સત્યના સ્વભાવનો યથાર્થ નિર્ણય કરી તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે.
જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ, યથાર્થ પ્રતીત થાય તે ‘સમ્યગ્દર્શન’
છે.
‘સમ્યક્’ પદ વિપરીત અભિનિવેશ(ઊંધા અભિપ્રાય)નો નિષેધ કરવા માટે છે.
સમ્યક્ત્વનો વિરોધી શબ્દ છે મિથ્યાત્વ.
મિથ્યાત્વ એટલે વિપરીત અથવા સત્યથી વિરોધી. ‘જે નથી તે છે’ એમ માનવું અથવા ‘જે જેમ છે તે તેમ નથી’ એ માનવું એ મિથ્યાત્વ છે.