________________
૮૨
૧૨ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમકિતનું સ્વરૂપ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૦૮ થી ૧૧૧માં જણાવે છે :
“કયાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ.” -૧૦૮. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય જેના પાતળા પડ્યા છે, આ સંસાર દુઃખથી જેને એક જ ઇચ્છા, છુટવાની, છે, સંસારના ભોગો પ્રત્યે જેને ઉદાસીનતા વર્તે છે, ભવનો જેને ખેદ છે, તેમજ સર્વ પ્રાણીઓ પ્રત્યે અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ અર્થાત્ માર્ગ પામવા માટે યોગ્ય કહીએ છીએ.
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર શોધ.” -૧૦૯ જે જિજ્ઞાસુ જીવને સદ્ગુરુના બોધના નિમિત્તથી, જો રુચિ થતાં અને અંતર અવલોકન કરતાં આત્માનું શ્રદ્ધાન થાય છે.
મત દર્શન આગ્રહતજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદન પક્ષ.” - ૧૧૦ બધા જમત અને માન્યતાઓ, આગ્રહતજી જે સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તે શુદ્ધ સમકિતને પામે છે.
વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” - ૧૧૧ આત્મસ્વભાવમાં એકાગ્ર થતાં જ્યાં અનુભવ, લક્ષ અને પ્રતીતિ વર્તે છે તથા પોતાના ભાવમાં જ, સ્વભાવમાં જ વૃત્તિ વહે છે, આત્માનુભૂતિ થતાં પરમાર્થથી તેને જ સમકિત કહેવામાં આવે છે. આ રીતે વ્યવહારથી અને નિશ્ચયથી સમકિતની જુદી જુદી રીતે ત્રણ પ્રકારે વ્યાખ્યા કરી છે એ સમજવા જેવી છે. ૧) આમ પુરુષના વચનની પ્રતીતિરૂપ, આત્માની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદ - નિરોધપણે, આમ પુરુષની
ભક્તિરૂપ એ પ્રથમ પ્રકારનું સમકિત કહ્યું છે. ૨) પરમ થથી સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ એ સમકિતનો બીજો પ્રકાર છે. આ બન્ને વ્યવહાર સમકિત છે. ૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર છે, આ નિશ્ચય સમકિત છે. .
પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે અને બીજુ સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમકિત વીતરાગ પુરુષે માન્ય રાખ્યા છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે.
આ ત્રણે સમકિત પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય. સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન સંસાર હોય. ૧) “આમા' જે પદાર્થને તીર્થકરે જેવો કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ
. પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. ૨) એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષનો વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તેને બીજરૂપ સમ્યકત્વ છે.