________________
૮O
“જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણ કાળ દ્રયભાવ.” જેનો જા ગવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જ્ઞાન કરવાના સ્વભાવવાળો આત્મા, તે બન્નેનો કેવળ ભિન્ન સ્વભાવ છે. માટે હે ભવ્ય ! તું તારા સ્વરૂપને ઓળખીને ભેદજ્ઞાનથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની
ભાવના નિરંતર કર. ૧૦ આત્મશ્રદ્ધાને જ સમ્યગ્દર્શન છે :
વ્યવહાર અને નિશ્ચય નયના બન્ને પડખાંથી આત્મવસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી, તત્ત્વનો યથાર્થ નિર્ણય કરી, નિકાય નયને અવલંબી એક મારી શુદ્ધ ચેતના (જ્ઞાયક સત્તા) જ ઉપાદેય છે એમ બળવાન મૌલિક નિર્ણય કરી ભેદજ્ઞાન દ્વારા નયાતિક્રાન્ત બની નિર્વિકલ્પ ઉપયોગમાં પોતાની સ્વરૂપ સત્તાનું સ્વ સંવેદન, અનુભવ થતાં જે શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વ સ્વભાવરૂપ મોક્ષને પામે.
લો માં બધા જ દ્રવ્યો એક અખંડિત ધારાપ્રવાહ પ્રમાણે, પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં રહીને સતત પરિણમી રહ્યા છે. એ પરિણમન (૧) સ્વતંત્ર (૨) ક્રમબદ્ધ અને (૩) પોતાની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે અને તેમાં કોઈ પણ પરદ્રવ્ય દખલગીરી કરી શકતું નથી એવા વસ્તુસ્વભાવનું યથાર્થ જ્ઞાન થતાં અને તે એમ જ છે એવી પ્રતીતિ યથાર્થ શ્રદ્ધા થતાં નિજ આત્માનું પણ એ જ પ્રમાણે શ્રદ્ધાન કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
અખંડ ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ આત્મતત્ત્વ છે, તે એક જ દૃષ્ટિનો વિષય છે. તેનો આશ્રય કરતાં, તેમાં લીન થતાં, એની સન્મુખ થતાં વર્તમાન જ્ઞાનની પર્યાય એમાં અભેદરૂપે પરિણમી જાય છે ત્યારે આત્માનુભૂતિ થાય છે – તેને સમ્યગ્દર્શન કહે છે. સ્વભાવ સન્મુખ થવાથી અને તેમાં એકાગ્ર થવાથી એકી સાથે અનંત ગુણોનું નિર્મળ પરિણમન શરૂ થાય છે. આવા સ્વ સંવેદન વડે આત્માનો અચિંત્ય વૈભવ ખુલી જાય છે.
આત્માનું શુદ્ધ શ્રદ્ધાન જ સમ્યકત્વ છે. ૧૧ આત્માનુભૂતિ :
સમ્યકત્વની સંપ્રાપ્તિ માટે અંતર-તત્ત્વોન્મુખી સ્થિતિ થવી આવશ્યક છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે આત્માનુભૂતિ અનિવાર્ય શરત છે. આત્માનુભૂતિને સ્વાનુભૂતિ પણ કહે છે. પોતાના આત્માની અનુભૂતિ જ સ્વાનુભૂતિ છે. વેદનપૂર્વક જાણકારી અનુભૂતિ છે. એક માત્ર નિજ આત્માનો અનુભવ કરવો એ જ સારભૂત છે. એક સમય પૂરતા અનુભવથી ધર્મની શરૂઆત થાય છે અને જો એ ઉપયોગ બેઘડી સુધી આત્મામાં સ્થિર રહી જાય તો કેવળજ્ઞાનની દશા પ્રગટ થતાં, એની પૂર્ણતામાં ધર્મની પૂર્ણતા થાય છે. અર્થાત્ અનંત આત્મલીનતાની દશા જ ધર્મની પૂર્ણતા છે.
આ માનુભૂતિ એ જ આત્મધર્મ છે. અંતર-સન્મુખ વૃત્તિ વડે આત્મ સાક્ષાત્કાર અવસ્થાનું નામ જ