________________
૭૯
વસ્તુઓ શેય છે, તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દન ભિન્ન છે. જીવ પોતાથી તત હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અતત્ હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહિ ‘ઘડાનું જ્ઞાન ઘડાને આધારે થાય છે' એમ કેટલાક જીવો માને છે પણ તે ભૂલ છે. જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી તે જ્ઞાન પોતાથી તત્ છે અને પરથી અત છે. જીવને દરેક સમયે પોતાની લાયકાત અનુસાર જ્ઞાનની અવસ્થા થાય છે; પરણેય સંબંધી પોતાનું જ્ઞાન થતી વખતે પરણેય હાજર હોય છે, પણ તે પર વસ્તુથી જીવને જ્ઞાન થાય છે એમ માનનારે “જીવને તત્ત્વ માન્યું નથી. જો ઘડાથી ઘડ સંબંધી જ્ઞાન થતું હોય તો અણસમજુ જીવ હોય તેની પાસે ઘડો હોય ત્યારે તેને તે ઘડાનું જ્ઞાન થવું જોઈએ, પણ તેમ થતું નથી; માટે જ્ઞાન પોતાથી થાય છે એમ સમજવું. જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્ત્વ થઈ જાય. પણ તેમ બને નહિ. જીવાદિ સાત તત્ત્વો જે રૂપે અવસ્થિત છે, તે તત્ત્વોની તેવા જ સ્વરૂપે શ્રદ્ધા કરવી, અન્યથા શ્રદ્ધાન કરવી તે સમ્યગ્દર્શન છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનની સાથે શુદ્ધાત્માનું શ્રદ્ધાન પણ સાથે હોય જ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન સાથે શુદ્ધાત્માનું સ્વરૂપે જાણીને ભૂતાર્થ સ્વભાવની સન્મુખ થઈ શુદ્ધાત્માનું શ્રદ્ધાન કર્યું તો જ સાત તત્ત્વોને યથાર્થ સ્વરૂપ જાણ્યા એમ કહી શકાય. એકલા વ્યવહારથી સાત તત્ત્વોને જાણે પરંતુ આત્મામાં પરિણમન કરી શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ન પ્રગટાવે તો એવા આત્માને
કેવળ વ્યવહાર શ્રદ્ધાથી સમ્યગ્દષ્ટિ કહેવાય નહિ. ૯. સ્વ-પર ભેદ વિજ્ઞાન જ સમ્યગ્દર્શન છે :
આત્મા અને દેહ(રાગ)નો જે ભેદ છે તેને તે પ્રમાણે યથાર્થ જાણવું તે ભેદજ્ઞાન છે. “સર્વથા સર્વથી ભિન્ન એટલે પર દ્રવ્યો અને પર ભાવોથી અત્યંત ભિન્ન એવા ત્રિકાળી ધ્રુવને-સ્વને જાણી તેની નથારૂપ શ્રદ્ધા કરવી, પ્રતીત લાવવી તે ભેદવિજ્ઞાન છે.
સ્વરૂપના જ્ઞાન વડે આત્માને સર્વે પદાર્થોના દ્રવ્ય-ગુણ-પર્યાયોથી અને અન્ય સર્વ ભાવોથી પૃથ્થક ચિંતવવો, ભાવવો તે ભેદ વિજ્ઞાન છે. ભેદવિજ્ઞાનથી જ્ઞાયક આત્મા જ્ઞાયકપણે પ્રકાશે છે. એ ત્મા, આત્મા વડે, આત્મા માટે, આત્મામાં, આત્માનું જ જ્ઞાન કરે છે, ત્યારે ઉપયોગાત્મક આત્માનુભૂતિ પ્રગટે છે. આ બધું ભેદવિજ્ઞાનથી બને છે.
સ્વને સ્વરૂપે જાણતાં એ પણ જાણવું જોઈએ કે આત્મામાં ઉત્પન્ન થતાં રાગાદિ વિભાવ ભાવો જે આમ્રવ-બંધરૂપ છે તે પણ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે. અશુદ્ધ નિશ્ચય નયથી એ ભાવો વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થતાં હોવા છતાં પણ તે ભાવો આત્માના શુદ્ધ સ્વરૂપમાં સમાતા નથી, નિમિત્તના લક્ષે ઉત્પન્ન થાય છે અને પછી લય પામે છે તેથી આત્મા સાથે તેમનો અવિનાભાવી સંબંધ નથી. પ્ર.જ્ઞાછીણીથી જ્ઞાન અને રોગનો ભેદ કરવો એ ભેદવિજ્ઞાન છે.
તત્ત્વચિંતનમાં ભેદજ્ઞાન અને આત્માનુભૂતિ ગર્ભિત છે. જે જે આત્માઓ મુક્ત થયા છે, સિદ્ધ, બુદ્ધ થયા છે તે સર્વે ભેદવિજ્ઞાનની કળાની પ્રવીણતાથી જ થયા છે અને જેમણે ભેદજ્ઞાન કર્યું નથી એ સઘળા સંસારમાં જ રઝળ્યા કરે છે.