________________
સમુદાયરૂપ સમસ્ત લોકને જે ભૂત-વર્તમાન-ભવિષ્યના સમસ્ત અનંતાનંત પર્યાયો સહિત યુગપત્ જેઓ જાણે છે તે સર્વજ્ઞ છે.
જે ખરેખર અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે આત્માને પણ જાણે છે અને તેનો મોહ અવશ્ય નાશ પામે છે.”
અરિહંત દેવના પ્રગટ શુદ્ધ સ્વરૂપમાં અને સ્વભાવ પરિણતિથી, નિશ્ચય નથી, આપણા આત્મામાં ભિન્નતા નથી. તેથી અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે, તેની શુદ્ધતા મનથી વિચારે, પછી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદપૂર્વક જાણે, વિચારે, ત્યાર બાદ ભેદનો વિકલ્પ પણ છોડી દે,
અંતરંગ સ્વરૂપમાં સ્થિર થાય, નિર્વિકલ્પદશા ઉત્પન્ન થાય એટલે સમ્યગ્દર્શન પ્રગટે. ૨. ગુરુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા જેઓ મહાન થયા છે તેઓ ગુરુ છે. બાહ્યાંતર અને અત્યંતર
નિર્ગથ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - ભાવલિંગી નગ્ન દિગુબર મુનિ - જેઓ સંવર-નિર્જરાયુક્ત બનીને મોક્ષ પ્રાપ્તિના પુરુષાર્થી બનેલા છે. તેઓ પરદ્રવ્યમાં અહં બુદ્ધિ કરતા નથી અને પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનો માને છે. તેઓ પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરતા નથી. પંચ પરમેષ્ઠીમાં જેનું સ્થાન છે તેઓ સાચા ગુરુ છે. છ-સાતમે ગુણસ્થાને બિરાજતા મુનિ ભગવંતો જ આત્મજ્ઞાન પમાડવામાં નિમિત્તભૂત બને છે. તેઓ સ્વરૂપના જ્ઞાતા છે, શુદ્ધોપયોગ વડે પોતાના આત્માને અનુભવી રહ્યા છે, સ્વસ્વરૂપને વેદે છે એવા નિર્ગથ મુનિ ભગવંતો સાચા ગુરુ છે.
ચોથે-પાંચમે ગુણસ્થાને રહેલાં આત્મજ્ઞાની પુરુષો પણ આત્માનું સ્વરૂપ પમાડવામાં નિમિત્તરૂપ હોવાથી તેમને પણ ઉપકારી ગુરુ ગણી શકાય, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સદ્ગુરુના લક્ષણ આ પ્રમાણે બતાડવામાં આવ્યા છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી, પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ.” ૧) આત્મજ્ઞાન સહિત છે એટલે સમ્યગ્દષ્ટિ છે. ૨) સમદર્શી એટલે ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિરહિત, મમત્વ રહિત. ૩) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રતિબંધ રહિતપણે ઉદયાનુસાર વિચરે છે. ૪) તેમની વાણી હંમેશા જ્ઞાનમય - અપૂર્વ જ હોય છે.
૫) શ્રુતજ્ઞાનના પરમ અભ્યાસી છે. ૩. શાસ્ત્ર : જે મોક્ષમાર્ગનો પ્રકાશ કરે છે તે જ સન્શાસ્ત્ર છે. મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ જ છે. માટે જે શાસ્ત્રોમાં વીતરાગભાવોનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ સન્શાસ્ત્ર છે.
સાક્ષાત કેવળી ભગવંતોની દિવ્યધ્વનિ સાંભળીને તથા તેમાંથી અગમ્ય અર્થ પણ જાણીને તદ્દાનુસાર ચાર જ્ઞાનના ધારક શ્રી ગણધર દેવ શાસ્ત્રોની ગૂંથણી - રચના કરે છે.