________________
૭૧
તે સમ્યગ્દર્શન છે. “તત્ત્વ અને તેના અર્થ’નું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. ૯. નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભેદદષ્ટિમાં આત્મા તેજસમ્યગ્દર્શન
છે. ચારિત્ર ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યાઃ ૧. જ્ઞાનચેતનામાં જ્ઞાન શબ્દથી જ્ઞાનમય હોવાના કારણે શુદ્ધાત્માનું ગ્રહણ છે અને તે શુદ્ધાત્મા જે દ્વારા
અનુભૂત થાય તેને જ્ઞાનચેતના કહે છે. ૨. તેનો ખુલાસો એ છે કે - આત્માનો જ્ઞાનગુણ સમ્યકત્વયુક્ત થતાં આત્મસ્વરૂપની જે ઉપલબ્ધિ થાય
છે તેને જ્ઞાનચેતના કહે છે. ૩. નિશ્ચયથી આ જ્ઞાનચેતના સમ્યગ્દષ્ટિને જ હોય છે. અહીં આત્માનો જે શુદ્ધોપયોગ છે અનુભવ છે
તે ચારિત્રગુણનો પવાર્ય છે. ૪. આત્માની શુદ્ધ ઉપલબ્ધિ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. ૫. દર્શનનું નિશ્ચય સ્વરૂપ એવું છે કે ભગવાન પરમાત્મા સ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિ કરવાવાળા
જીવમાં શુદ્ધ અંતરંગ આત્મિક તત્ત્વના આનંદને ઊપજવાનું ધામ એવા શુદ્ધ જીવાસ્તિકાયનું(પોતાના જીવ સ્વરૂપનું) પરમ શ્રદ્ધાન, દઢ પ્રતીતિ અને સાચો નિશ્ચય એ જ દર્શન છે. (આ વ્યાખ્યા સુખ
ગુણની મુખ્યતાથી છે.) દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણોની અભેદ દષ્ટિએ વ્યાખ્યાઃ ૧. અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મા સ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે
તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે(અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન છે. નયોના પક્ષપાતને છોડીને એક અખંડનો પ્રતિભાસ અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન’ અને ‘સમ્યજ્ઞાન’ એવાં નામ પામે છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી
જુદા નથી. ૨. “વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીતિ, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત.”
પોતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની દત્તિ વહે તે
પરમાર્થ સમ્યકત્વ છે. ૩. સમ્યગ્દર્શનનું અનેકાન્ત સ્વરૂપ
દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી અનેકાન્ત સ્વરૂપ સમજવા લાયક છે. ૧. સમ્યગ્દર્શન - તમામ સમ્યગ્દષ્ટિઓને એટલે ચોથા ગુણસ્થાનકથી સિદ્ધ સુધી બધાને એક સરખું છે.
એટલે કે શુદ્ધાત્માની માન્યતા તે બધાને એક સરખી છે - માન્યતામાં કાંઈ ફેરફાર નથી,