________________
૫૧
આત્મતત્ત્વ સાથે એકત્વરૂપે લીન થઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી પોતાના સ્વરૂપને એકતારૂપે એક જ વખતે જાણતો તથા પરિણમતો એવો તે “સ્વસમય' એમ જાણવામાં આવે છે.
જ્યારે તે અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શન-જ્ઞાનસ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મત્વથી છૂટી પારદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ-રાગ-દ્વેષાદિ ભાવોમાં એકાતરૂપે લીન થઈ પ્રવર્તે છે ત્યારે પુદગલ કર્મના કામણ સ્કંધરૂપ પ્રદેશોમાં સ્થિત થવાથી પરદ્રવ્યને પોતાની સાથે એકપણે એક કાળમાં જાણતો અને રાગાદિરૂપ પરિણમતો એવો તે
પરસમય' એમ જાણવામાં આવે છે. શાકભાવ : ૧. જેને આત્માનું પ્રયોજન હોય તે વધારે પડતો ક્યાંય લપાતો નથી.
જેને આત્માનું પ્રયોજન હોય તેને વિશાળબુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા, જિતેન્દ્રિયપણું બધું હોય છે. તે પોતાના આંતરિક પરિણામ સમજી શકે છે. તેથી વધારે પડતો ક્યાંય લપાતો નથી. આત્માને છોડીને ક્યાંય વિશેષ રસ આવતો નથી અને તેને પોતાનો આત્મા જ સર્વોત્કૃષ્ટ રહે છે. તે જીવ બધો વિચાર કરી આ જ્ઞાનસ્વભાવ તે જ હું છું તેમ નિર્ણય કરે છે. મારું સુખ મારામાં જ છે. જેને આત્માની રુચિ થઈ તેને પણ પુરુષાર્થ તો સાથે જ હોય. જેણે અંતરમાંથી નક્કી કર્યું કે આત્માનું જ
કરવા જેવું છે, તેનો નિર્ણય ફરતો નથી. ૨. ગ્લાયકનો મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય?
દ્રવ્યને બરાબર ઓળખે કે હું ચૈતન્ય શાશ્વત અનાદિ અનંત જ્ઞાયક છું. આમ જ્ઞાયકનું સ્વરૂપ ઓળખીને જ્ઞાયકનો મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે. જિનેન્દ્રદેવ જગતમાં સર્વોત્કૃષ્ટ છે, ગુરુ આત્માની સાધના કરી રહ્યા છે અને શાસ્ત્ર માર્ગ બતાવે છે. આવું જાણીને તેનો જેમ મહિમા આવે છે તેમ આત્માનો મહિમા આવે તો તેમાં પણ અર્પણ થઈ જવાય છે.
જ્ઞાયક કેવો છે! તે અનંત ગુણોથી ભરપુર કોઈ અનુપમ આશ્ચર્યકારી તત્ત્વ છે. તે અનાદિ અનંત છે. ગમે તેટલા ભવો કર્યા તો પણ જ્ઞાયક આત્માની અંદર એક અંશ પણ વિભાવ પેઠો નથી કે મલિનતા થઈ નથી. આવો શાશ્વત જ્ઞાયક આત્મા કોઈ અદ્ભૂત આશ્ચર્યકારી છે. તેનો કોઈ નાશ કરી શકતું નથી કે તેને કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. સ્વાનુભૂતિમાં પકડાય તેવો આત્મા જ્ઞાનથી -તેના લક્ષણ દ્વારા ઓળખી શકાય છે. આ રીતે આત્મા જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે એમ તેનો મહિમા આવે
તો તેને અર્પણ થઈ જવાય છે. ૩. ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ પુરુષાર્થની ઉગ્રતા કરવી:
ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ પુરુષાર્થની ઉગ્રતા કરવી. તે એક વાર કરવાથી ન થાય, હાલતાં-ચાલતાં, ખાતા-પીતા. બેસતાં-ઉઠતાં અને સૂતા-સ્વપ્નમાં પણ હું જ્ઞાયક છું - એવી ભેદજ્ઞાનની ઉગ્રતા કરે તો થાય. જેને થાય તેને અંતર્મુહર્તમાં થાય અને ન થાય તો વખત લાગે. તેણે