________________
૫૪
લાયક તો શાક જ છે ઃ
ભગવાન ! તું કોણ ? ને તારા પરિણામ કોણ ? જ્ઞાની પોતાના જ્ઞાયકભાવની ક્રમબદ્ધ પર્યાયે ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. જ્ઞાયકભાવ સિવાય રાગ તે પણ ખરેખર જીવ નથી. જ્ઞાની તે રાગ પણે ઉપજતો નથી. કર્મ તે જીવ નથી, શરીર તે જીવ નથી, તેથી જ્ઞાયકપણે ઉપજતો જીવ તે કર્મ, શરીર વગેરેનો નિમિત્તકર્તા પણ નથી, જ્ઞાયક તો શાયક જ છે.
તું જીવ ! જ્ઞાયક ! અને જ્ઞાયકના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રની જે નિર્મળ પર્યાય ઉપજી તે તારા પરિણામ !
આવા નિર્મળ ક્રમબદ્ધ પરિણામપણે ઉપજવાનો તારો સ્વભાવ છે; પણ વિકારનો કર્તા થઈને પરને ઉપજાવે તે પરિમિત્તે પોતે ઉપજે એવો તારો સ્વભાવ નથી. એક વાર તારી પર્યાયને અંતરમાં વાળ, તો જ્ઞાયકના આશ્રયે તારી ક્રમબદ્ધ પર્યાયમાં નિર્મળ પરિણમન થાય.
અહીં સ્વભાવ સાથે અભેદ થઈને જે પરિણામ ઉપજ્યા તેને જ જીવ કહ્યો છે. જ્ઞાયકભાવના અવલંબને જે નિર્મળ પરિણામ ઉપજ્યા તે જીવ સાથે અભેદ છે તેથી તે જીવ છે, તેમાં રાગનું કે અજીવનું અવલંબન નથી તેથી તે અજીવ નથી.
જુઓ, આ જીવની પ્રભુતા ! પ્રભો ! તારી પ્રભુતામાં તું છો, રાગમાં કે અજીવમાં તું નથી. તારી પ્રભુતા તારા જ્ઞાયકસ્વભાવના અવલંબનમાં છે, તારા જ્ઞાયકભાવના પરિણમનમાં તારી પ્રભુતા છે, રાગના પરિણમનમાં તારી પ્રભુતા નથી.
અકર્તાપણારૂપ પોતાનો જે જ્ઞાયકભાવ છે તેનો તે કર્તા છે પણ રાગનો કે કર્મનો તે કર્તા નથી.
જ્ઞાયક સન્મુખ થા ! એ જ જૈનમાર્ગ છે. હે ભાઈ ! એક વાર તું સ્વસન્મુખ થા, ને શાયક સ્વભ વને પ્રતીતમાં લઈને શ્રદ્ધા-જ્ઞાનને સાચા બનાવ તો તને બધું સવળું ભાસશે, ને તારી ઊંધી માન્યતા ટળી જશે. ઉપયોગને અંતરમાં વાળીને ‘હું જ્ઞાયક છું એવું જ્યાં સુધી વેદન ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન થાય નહિ ને ઊંધી માન્યતા ટળે નહિ. બસ ! જ્ઞાનને અંતરમાં વાળીને આત્મામાં એકાગ્ર કર્યું તેમાં આખો માર્ગ સમાઇ ગયો, આખું જૈન શાસન તેમાં આવી ગયું.
અરે ભાઈ ! આ સમજશે તેને જ સમજાવનારનું સાચું બહુમાન આવશે. નિશ્ચયથી પોતાના જ્ઞાયકસ્વભાવને જાણ્યો ત્યારે ક્રમબદ્ધ પર્યાયનું સાચું જ્ઞાન થયું. જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધ પર્યાયની અપૂર્વ વાત જે સમજ્યો તેને તે વાત સમજાવનાર વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વિના રહેશે નહિ.
‘હું જ્ઞાયક છું’ એવી જ્ઞાયકની શ્રદ્ધા કરીને જે ક્રમબદ્ધ પર્યાયને જાણશે તે પોતાની ભૂમિકાના રાગન પણ જાણશે. કઇ ભૂમિકામાં કેવો રાગ હોય અને કેવા નિમિત્તો હોય તેનો પણ તે વિવેક કરશે. આ તો જાગતો મારગ છે, આ કાંઇ આંધળો મારગ નથી. સાચું સમજે તે સ્વચ્છંદી થાય જ નહિ, સાચી સમજણનું ફળ તો વીતરાગતા છે.