________________
૫૫
જ્ઞાનભાવ તે જીવ તત્ત્વ છે. રાગ તે આસ્રવ તત્ત્વ છે, ને બહારની શરીરાદિની ક્રિયા તે અજીવ તત્ત્વ છે. તેમાં કોઈને કારણે કોઈ નથી. આમ દરેક તત્ત્વોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ઓળખવું જોઈએ, તો
જ સાચી તત્ત્વાર્થ શ્રદ્ધા થાય. ક્રમબદ્ધ પર્યાયની ઊંડી વાત:
અહીં તો જ્ઞાયક દષ્ટિની સૂક્ષ્મ વાત છે. જ્ઞાયકસ્વભાવની દષ્ટિમાં જ્ઞાની નિર્મળ પર્યાયના જ કર્તાપણે પરિણમે છે. બીજા કારકોથી નિરપેક્ષ થઈને, પોતપોતાના સ્વભાવના જ છ એ કારકોથી શ્રદ્ધાજ્ઞાન-આનંદ વગેરે અનંત ગુણો જ્ઞાયકના અવલંબને નિર્મળ ક્રમબદ્ધ પર્યાયપણે જ્ઞાનીને પરિણમી રહ્યા છે; આનું નામ અપૂર્વ ધર્મ છે, ને આ જ મુક્તિનો માર્ગ છે. જ્ઞાયકસ્વભાવના અવલંબન સિવાય રાગના કે વ્યવહારના અવલંબને મોક્ષમાર્ગ માને તો તે જીવ આત્માના જ્ઞાયક સ્વભાવને, કેવળી ભગવાનને કે સાત તત્ત્વોને જાણતો નથી; કઈ રીતે ક્રમબદ્ધ પર્યાય નિર્મળ થાય છે તેને પણ જાણતો નથી તેથી ખરેખર ક્રમબદ્ધ પર્યાયને ઓળખતો નથી.
અંતરના જ્ઞાયકસ્વભાવની ને ક્રમબદ્ધ પર્યાયની આ વાત અંતરમાં ઊંડે ઊતર્યા વિના સમજાય તેવી નથી.આ તો અલૌકિક વાત બહાર આવી ગઈ છે, જે સમજશે તે ન્યાલ થઈ જશે ! સહેજે સમુદ્ર ઉલ્લસિયો, ત્યાં મોતી તણાયા જાય; ભાગ્યવાન કર વાપરે, તેની મૂઠી મોતીએ ભરાય.
‘ભાગ્યવાનએટલે અંતરના પુરુષાર્થવાન! અંતરસ્વભાવીદષ્ટિનો પ્રયત્ન કરે તેને મૂઠી મોતીએ ભરાય. એટલે નિર્મળ નિર્મળ ક્રમબદ્ધ પર્યાયો થતી જાય. પણ જે એવો પ્રયત્ન નથી કરતો તેને માટે કહે છે કે - ‘ભાગ્યહીન કર વાપરે તેની શંખલે મૂઠી ભરાય” સમજવાનો પ્રયત્ન કરીને અંતરમાં તો ઉતરે નહિ ને એમ એકલા શુભભાવમાં રોકાઈ રહે તો તેને “શંખલે મૂઠી ભરાય” એટલે કે પુણ્ય બંધાય પારસ્વભાવની પ્રાપ્તિ ન થાય - ધર્મનો લાભ ન થાય.