________________
૧૮ ]
કવિકુલકિરીટ હતા, જેઓનું કુટુંબ ઘણું બધું હોવા સાથે વિનમ્ર અને વિવેકી પણ હતું આખાયે સૂરજ ગામમાં અને તે ગામને લગતા પરગણામાં આ કુતપુણ્ય સંઘવી દાસના સુવિસ્તૃત કુટુંબ વૃક્ષની કીર્તિ છાયા ઘણુંજ પ્રસરી રહી હતી. આ કુટુંબ વ્યાપારમાં પણ ઘણું જ મુસ્તાક ગણાતું હતું. જે કુટુંબમાં ચાલતાં ધમધોકાર ધંધામાં અનેક સામાન્ય
વ્યાપારીઓની વણજ વ્યવસ્થા આપે આપ આગળ ધપતી એક વૃક્ષ, નિરાધાર ગગનમાં ઉડતાં અનેક પક્ષીઓને આશ્રય રૂપ બને છે. તેમાં આ કુટુંબવૃક્ષ પણ અનેક સામાન્ય સ્થિતિના જન પંખીડાઓ માટે પરમ આધાર સમાન સુવિખ્યાત હતું. આ કુટુંબ વૃક્ષના મૂળાધારરૂપ થડ સમાન સુશ્રાવક સંઘવીદાસને દાંપત્ય જીવન નિર્વાહ કરતાં જેઓને રીખવદાસ નામના જુસ્વભાવી એક સુપુત્ર થયા. રીખવદાસના ભગવાનદાસ અને ભગવનદાસના હરખચંદ એમ અનુક્રમે પુત્ર સંતતિની વેલી વિસ્તરી.
કુદરતના કાનુન અનુસાર વિનશ્વર પદાર્થોની ઉન્નતિ અને અવનતિ સ્વાભાવિક થયા જ કરે છે. જે સ્થળમાં આનંદની લખલૂટ લહેર લુંટાતી હોય તેજ સ્થળમાં એક સમય આવતાં, આનંદમાં ઉણપ પણ આવી જાય. સૂરજ ગામને છોડી ભાગ્યવંત ભગવાનદાસના સુપુત્ર હસમુખા હરખચંદભાઈ બાલશાસન ગામમાં વ્યાપાર અર્થે આવી વસ્યા. ધીમે ધીમે પુણ્યને પ્રબળ પડઘે પ્રસરતે ગયે. વ્યાપાર વાયુવેગે વિસ્તરવા લાગે. જીવન ઉદયના ઉદ્યોતની પ્રભાથી કુટુંબ વધુ કીર્તિવંત બનવા લાગ્યું. ખરેખર પુણ્યવંતાને પગલે ને ડગલે નિધાને જ હેય છે!
બાલશાસન ગામમાં નિવાસ કરતાં હરખચંદભાઈને દામ્પત્ય જીવન ગુજારતાં ગુણવાન અને ચતુર ચાર સુપુત્રો જન્મ્યા. તેઓના નામ ગેડીદાસ, મુળચંદ, ઉગરચંદ અને અમુલખ હતાં. તેમાં મુળચંદભાઈને દાનશીલ ડોસાભાઈ નામના પુત્ર થયા, જેઓના હરગોવિંદદાસ અને હરગોવિંદદાસના ચીમનલાલ અને મણીભાઈ આદિ પુત્રો વર્તમાનમાં