Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૮
જૈન સાહિત્ય સમારોહ વિશેના પિતાના નિબંધમાં જૈન ધર્મવિચારક મુનિ શ્રી સંતબાલે ગીતા અને જૈન ધર્મમાં તુલનાત્મક દૃષ્ટિએ તારવેલા સાયાંશની -વાત કરી હતી
- ડો. શેખરચંદ્ર જેને “ભક્તામર સ્તોત્ર મેં ભક્તિ એવ સાહિત્ય વિશે નિબંધ વાંચ્યા પછી આ બેઠક મુલતવી રહી હતી. કલા વિભાગની બેઠક
સાંજે ચાર વાગે ડે. ગૌદાનીની વાડીમાં નાળિયેરીનાં વૃક્ષો નીચે સાહિત્ય વિભાગની બેઠકનું અનુસંધાન થયું હતું. તે પૂવે શરૂઆતમાં જૈન કલા વિભાગના પ્રમુખ ડો. જાતીન્દ્ર જેને “જૈન કળાના ઇતિહાસના મુખ્ય પ્રવાહો” એ વિશેને પિતાને અભ્યાસપૂર્ણ નિબંધ વાંચ્યો હતો. તેમાં તેમણે જૈન કળાના અભ્યાસ અને તેને સહાયક નીવડેલાં સંશોધનકાર્યોમાં કાળે આપનાર અત્રત્ય તથા પાશ્ચાત્ય વિદ્વાનેના પ્રદાનની વાત કરતાં આપણે ત્યાંના કુમારસ્વામી, બી. સી. ભટ્ટાચાર્ય, મોતીચંદ્ર, કાલે ખંડાલાવાળા, સારાભાઈ નવાબ, એ. એન. ઉપાયે, દલસુખભાઈ માલવણિયા તથા ઉમાકાંત શાહ એ સહુના સંશોધનની જૈન કળાના અભ્યાસ ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ અસર કેવી પડી છે તેનો નિર્દેશ કર્યો હતો. તેમણે કહ્યું હતું : “ડો. ઉમાકાંત શાહના ગ્ર દ્વારા જૈન કળાના ઈતિહાસની નિર્મિતિ થઈ શકી. શ્રી. બી. સી. ભટ્ટાચાર્યે પોતાના ગ્રંથ “જૈન આઈકોનોગ્રાફીમાં પહેલી જ વાર તીર્થકરે, યક્ષપક્ષીઓ, વિદ્યાદેવીઓ વગેરેનાં મૂર્તિવિધાન ઉપર પ્રકાશ પાડો. ડો.મેતીચન્દ્ર જૈન ચિત્રકળા અને પશ્ચિમ ભારતની શૈલીની - લાક્ષણિકતાઓને પ્રથમ વૈજ્ઞાનિક અભ્યાસ રજૂ કર્યો. કુમારસ્વામીએ
ધ નોટ્સ એન જૈન આર્ટમાં પહેલી જ વાર જેન ચિત્રકળા વિશે લખતાં જણાવ્યું કે આ ચિત્રકળાની શૈલી ભારતની કોઈ પણ જૂની શૈલી જેટલી અથવા એથી વધુ મહત્વની છે અને આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org