Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૧૦
જૈન સાહિત્ય સમારોહ વિલંબમાં પડ્યો હતે. આને લીધે જેન સંઘે તા. ૭-૪-૧૯૨૪થી શત્રુંજયની યાત્રાને સદંતર બહિષ્કાર શરૂ કર્યો હતો
આ બહિષ્કાર તા. ૧-૪-૧૯૨૬થી તા. ૩૧ ૫-૧૯૨૮ સુધીના ૨૬ મહિના જેટલા લાંબા સમય સુધી એવી સજજડ રીતે ચાલુ રહ્યો હતો કે એ દરમ્યાન પાલીતાણામાં શત્રુંજયની યાત્રા માટે એક પણ યાત્રિક મહેતે ગયે.
છેવટે વાયસરોય લોર્ડ ઈરવીનની દરમ્યાનગીરીથી, વાર્ષિક રૂ. સાઠ હજારને પાંત્રીસ વર્ષની મુદત પાંચમો રખોપા કરાર, તા. ૨૬-૫-૧૯૨૮ના રોજ સીમલામાં થયો હતો, એટલે તા. ૧-૬-૨થી યાત્રા શરૂ થઈ હતી જેન પરંપરામાં આ બનાવ અપૂર્વ અને શકવર્તી કહી શકાય એ હતિ.૧૨ મેતીશા શેક, નરશી કેશવજી નાયક, પ્રેમાભાઈ શેઠ, નરશી નાથા, પ્રેમચંદ રાયચંદ, હઠીભાઈ કોઠ, માયાભાઈ પ્રેમાભાઈ, કસ્તૂરભાઈ મણિભાઈ, અંબાલાલ સારાભાઈ, મનસુખભાઈ ભગુભાઈ શેઠ, લાલભાઈ શેઠ અને કસ્તૂરભાઈ લાલભાઈ જેવાએ ધર્મ પ્રભાવના અને સમાજ કે દેશની ભલાઈની ઘણી પ્રવૃત્તિઓ કરી છે. શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ તો શ્રી આણંદજી કલ્યાણજી પેઢીનો વહીવટ, જીર્ણોદ્ધારનું કાર્ય, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના ઉપરાંત અનેક શિક્ષણપ્રસાનાં કાર્યો કર્યા છે. જ્યારે મહિલાઓમાં પણ હરકાર શેઠાણી અને ઉજમ ફઈ જેવી સન્નારીઓએ સફળતાથી મોટો કારભાર સંભાળ્યો છે ભીમશી (ભીમસિંહ) માણેકે એક લાખના ખર્ચે વર્ષો પહેલાં “પ્રકરણ રત્નાકરના ચાર ભાગ પ્રસિદ્ધ કરવાની યોજના કરી
૧૨ “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ, ભા–૧, લે.
રતિલાલ દીપચંદ દેસાઈ, પ્રકાશક: શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ–૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org