Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ प्रत्यन्तर न पुनरस्त्यमुना कमेण
कुत्राप्ति किंचन प्रात्यपि निश्चयो मे । ભારતની પ્રત્યેક ભાષામાં “પંચતંત્રની કથા પરંપરા અને એનાં રૂપાંતરો એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. ગુજરાતમાં પશ્ચિમ ભારતીય પંચતંત્ર અને પૂર્ણભદકૃત “પંચાખ્યાન’થી માંડી આજ સુધી આ ચિરંજીવ ગ્રંથનાં સંસ્કૃત રૂપાંતર, અર્વાચીન ભાષાંતરે, સારાનુવાદ અને વાર્તાસમુચ્યયોની સંખ્યા મોટી છે અને જેન ગ્રંથભંડારની સંસ્થાને કારણે જૂની કૃતિઓનું સંગેપન સરસ રીતે થયું હોઈ એને અતિહાસિક, સાહિત્યિક અને લેકશાસ્ત્રીય સાતત્યના અધ્યયનને અનેક દષ્ટિએ અવકાશ છે.
પંચતંત્રની રચના ભારતમાં થઈ છે, એ વિશ્વસાહિત્યને ગ્રંથ છે અને જગતભરમાં એણે દિવિજય કર્યો છે. દુનિયાની ભાગ્યે -જ એવી કઈ સાહિત્યિક ભાષા હશે, જેમાં પંચતંત્રનું ભાષાંતર કે રૂપાન્તર થયું ન હેય. ભારતમાં એનાં સંકલન, પ્રસાર અને સાહિત્યિક સાતત્યમાં જેનેનું પ્રદાન વિશિષ્ટ છે. જૈન સાહિત્ય એ ભારતીય સાહિત્યનું કેવું અવિનાભાવી અંગ છે અને બંનેના તાણવાણા કેસ મુંથયેલ છે એ દર્શાવવા માટે આવાં એકાદ-બે લાક્ષણિક ઉદાહરણ પર્યાપ્ત છે.
છેલે, હસ્તલિખિત જૈન ગ્રંથભંડારો વિષે થોડુંક કહીશ, કેમ કે ભારતીય સાહિત્યના અભ્યાસ, સંશોધન અને પ્રકાશનની ચર્ચા કરતાં – કંઈક પુનરાવૃત્તિ થાય તો પણ – આ ગ્રંથભંડારે વિશે વાત કર્યા વિના ચાલે એમ નથી. જૈન ધર્મ એ શ્રમણ સંપ્રદાય છે. બુદ્ધ અને મહાવીરની પૂર્વે પણ અનેક શમણાંપ્રદો હતા, જેનાં ઉલલેખ કે વર્ણન ત્રિપ્રિન્ટ અને આમામાં છે. શ્રમણ સંપ્રદાયમાં વૈર થી દીક્ષિત થનાર વ્યક્તિએ અધિકાશે એવી અવસ્થામાં હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org