Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સીતારામ ચોપાઈ
૩૩૯ આગળ પોતાનું પરાક્રમ બતાવવા ઈચ્છે છે. તેમણે આક્રમણ કર્યું. યુદ્ધ થયું. રામની સેના અને ખુદ રામ પોતે એથી આશ્ચર્યચકિત થઈ ગયા. રામને જ્યારે ખબર પડી કે આ બંને યુવાને તે પિતાના પુત્ર છે ત્યારે તે શસ્ત્ર છોડી તેમની પાસે દોડી ગયા. યુદ્ધ બંધ થયું. સીતા અને બંને પુત્રને પાછા લાવવા માટે રામે કહેવડાવ્યું. સીતાએ આગ્રહ રાખે કે પહેલાં પોતાની અગ્નિપરીક્ષા થાય, તે પછી જ પોતે મહેલમાં દાખલ થશે. અગ્નિપરીક્ષામાંથી સીતા પસાર થઈ. સીતા પવિત્ર અને શીલવતી છે એવું પુરવાર થયું.
સીતા રામની પાસે આવી. રામે તેને પટરાણું થવા માટે વિનંતી કરી પરંતુ સીતાએ દીક્ષા લીધી. ત્યાર પછી અનંગલવણ અને મદનાંકુશે પણ દીક્ષા લીધી.
રામ અને લક્ષમણ વચ્ચે પ્રગાઢ, અપૂર્વ પ્રેમ હતો. એમના પ્રેમની કસોટી કરવા માટે ઇન્ડે એક દિવસ યુક્તિ કરી. એણે માયા દ્વારા લક્ષ્મણને રામનું શબ બતાવ્યું. રામ અવસાન પામ્યા છે એ જોઈ લકમણના પ્રાણ તરત ચાલ્યા ગયા. ઈન્દ્રની આ યુક્તિ બહુ ભારે પડી. તેને દુઃખ થયું. રમે જ્યારે લક્ષમણના મૃતદેહને જોયો ત્યારે તે માનવાને તૈયાર ન થયા. લક્ષ્મણ માત્ર મૂછવશ છે એવો આગ્રહ રાખી તેમણે અંત્યેષ્ટિ ક્રિયા કરવા ન દીધી. લમણના શબને ઊંચકીને ગાંડાની જેમ તેઓ ફરવા લાગ્યા. એમ કરતાં છ મહિના પસાર થઈ ગયા. અંતે જટાયુધદેવે રામને સમજાવ્યા અને લક્ષ્મણના શબની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી.
સંસારની અસારતા સમજી, શત્રુનને રાજ સોંપી, રામે દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. શત્રુને પણ દીક્ષા લેવા માટે તૈયારી બતાવી. એટલે રાજ્યભાર પણ અનંગલવણના પુત્રને સોંપવામાં આવ્યું. રામની સાથે સુગ્રીવ, વિભીષણ તથા બીજા સોળ રાજાઓ અને છત્રીસ હજાર રાણીઓએ સુત્રતમુનિ પાસે દીક્ષા લીધી. કેટલાક સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org