Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૩૮
જૈન સાહિત્ય સમારોહ
તથા ત્રિભુવન લંકાર નામનો હાથી મદનમત્ત થાય છે તે પ્રસંગ – એ બે પ્રસંગે સમયસુંદરે અહી નિરૂપા નથી. ભારતના પૂર્વભવની વિગત પણ અહીં કવિએ જતી કરી છે. સમયસુંદરે આ પ્રસંગ માત્ર સંક્ષેપમાં નોંધ્યો છે. એનું રસિક આલેખન કરવાની તક એમણે જતી કરી છે.
રામ ગાદીએ આવે છે અને પિતાનું રાજ્ય સારી રીતે ચલાવવા લાગે છે. આવી રીતે સુખમાં તેના દિવસ પસાર થાય છે. દરમિયાન એક વખત સીતાની એક શોક્ય સીતા પાસે યુક્તિપૂર્વક રાવણના પગનું ચિત્ર દેરાવી લે છે. એ ચિત્ર રામને બતાવી સીતા રાવણને ચાહતી હતી એવી વાત તે વહેતી મૂકે છે. રામે એ વાત સ્વીકારી નહિ. પરંતુ ધીમે ધીમે આખા નગરમાં એ વાત પ્રસરી ગઈ. પરિણામે કલાજને કારણે રામે સીતાને ત્યાગ કરવાને નિશ્ચય કર્યો. એક સારથિ દ્વારા ગર્ભવતી સીતાને જગલમાં મોકલી દે છે.
જંગલમાં એકલી દુઃખી થયેલી સીતા નવકારમ ત્રનું સ્મરણ કરતી હતી ત્યારે વાઘ રાજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ સીતાને પોતાની બહેન ગણીને પોતાના મહેલમાં લઈ ગયા અને ત્યાં સીતાને રહેવા માટે બધી વ્યવસ્થા કરી. ત્યાં સીતાએ બે પુત્રોને જન્મ આપ્યું. તેમનાં નામ રાખવામાં આવ્યાં (1) અનંગલવણ અને (૨) મદનકુશ બંને પુત્રો ધીમે ધીમે મોટા થયા અને ખૂબ તેજવી અને પરાક્રમી બન્યા. પૃથુરાજા સાથે યુદ્ધમાં વજઘને તેમણે મદદ કરી. યુદ્ધમાં પૃથુરાજનો પરાજય થયો.
એક વખત નારદમુનિ ફરતા ફરતા અનંગલવણ અને મદનાંકુશ પાસે આવી પહોંચ્યા. તેમણે તેઓને બધી ઘટના કહી સંભળાવી. પોતાનો પરિચય જાણે બંને ભાઈઓએ સીતા આગળ દરખાસ્ત મૂકી કે તેઓ અયોધ્યા ઉપર આક્રમણ કરવા ઈચ્છે છે. તેઓ રામ, લક્ષ્મણ કે કુટુંબના કેઈ સભ્યોને નહિ મારે, પરંતુ તેમની સેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org