Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૩ર
- જૈન સાહિત્ય સમારોહ - જાણ્યું કે સીતા તે પિતાની સગી બહેન છે. એથી એને ખૂબ પશ્ચાત્તાપ થયો. એણે ચંદ્રગતિને વાત કરી. એથી ચંદ્રગતિને બહુ દુઃખ થયું. સંસાર પ્રત્યે એને વૈરાગ્ય થશે. ભામંડલને ગાદી સોંપી એણે દીક્ષા લીધી. રામ, સીતા, જનકરાજ વગેરેને જયારે આ ઘટનાની ખબર પડી ત્યારે તેઓને ખૂબ હર્ષ થયે.
રામના વનવાસની મુખ્ય મુખ્ય ઘટનાઓ વાલ્મીકિ રામાયણની પરંપરામાં અને “પઉમચરિયની પરંપરામાં લગભગ એકસરખી છે. જૈન પરંપરા પ્રમાણે દશરથ રાજાને ત્રણ રાણી છે. એમાં અપરાજિતાથી રામ, સુમિત્રાથી લક્ષ્મણ અને કેકેયીથી ભરત અને શત્રુ
એમ ચાર પુત્રા છે. વૃદ્ધાવસ્થા આવતાં દશરથ રાજા રામને ગાદી -સોંપી દીક્ષા લેવાનો વિચાર કરે છે. ત્યારે કિકેયી દશરથ રાજાને રણભૂમિ પર મદદ કરવાને લીધે મળેલાં બે વરદાન માગી લે છેઃ (1) ભરતને રાજ્યગાદી મળે અને (ર) રામને વનવાસ મળે. એથી દશરથ રાજાને બહુ દુઃખ થયું. ભરતે ગાદી સ્વીકારવાની ના પાડી. પણ રામે તો વનમાં જવાનો જ આગ્રહ રાખે. સીતા અને લમણે રામની સાથે જ જવાનો નિશ્ચય કર્યો .
રામ, લક્ષમણ અને સીતા ઘર છોડી ચાલી નીકળે છે એ પ્રસંગનું હૃદયસ્પર્શી આલેખન કવિએ કર્યું છે. રામ અને લક્ષ્મણની માતા કહે છે?
“અહનઈ દુખસમુદ્ર મઈ રે, ઘાલિ ચાલ્યા તુમેહે પુત્ર, કિમ વિયેગ સહિસ્યાં અહે રે, કુણ વનવાસ કરે સૂત્રો રે”
તેઓને આશ્વાસન આપતાં રામ કહે છે કે અમે જ્યાં જઈશું - ત્યાં નવું નગર વસાવી તમને તેડાવીશું, માટે તમે શોક કે પરિતાપ ન કરશે. સમયસુંદરની આ મોલિક ક૯પના છે. કવિ લખે છેઃ
રામ કહઈ તુહે માતજી રે, અતિ ન કરિસ્યઉ કાઈ; નગર વસાવી તિહાં વડઉ રે, તુહનઈ લેસ્યાં તેડાયો રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org