Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સીતારામ ચોપાઈ
૩૩૫
કરી કે રામે એની છેડતી કરી છે. ખરદૂષણે રામ અને લક્ષ્મણ પર ચડાઈ કરી અને તેમાં રાવણની સહાય માગી. લક્ષમણે રામને કહ્યું, તમારે યુદ્ધમાં આવવાની જરૂર નથી. સીતા પાસે જ રહે. હું એકલો જ ખરદૂષણને પૂરો પડીશ. જરૂર પડશે તો હું સિંહનાદ કરીશ.” લમણે ખરદૂષણના સૈન્યને હરાવ્યું.
બીજી બાજુ ચંદ્રલેખાની મદદે આવેલા રાવણે સીતાને જોઈ. તે તેનાથી મોહિત થયો. પિતાની વિદ્યા વડે પરિસ્થિતિ જાણું લઈને લક્ષ્મણને જે જ સિંહનાદ એણે કર્યો. જટાયુધને સોના સપીને રામ લક્ષ્મણની પાસે દેવ્યા. એટલે જટાયુધને ઘાયલ કરી રાવણ સીતાનું હરણ કરી ગયો.
જ્યારે લક્ષમણ પાસે પહોંચ્યા ત્યારે રામને ખબર પડી કે એમાં કંઈક બનાવટ થઈ ગઈ છે. પાછા ફર્યા ત્યારે જટાયુધે સીતાના
અપહરણની વાત કરી. ઘાયલ થયેલા જટાયુધે દેહ છોડ્યો ત્યારે રામે એને નવકારમંત્ર સંભળાવ્યું. લક્ષ્મણે ખરદૂષણને વધ કરી એના સૈન્યને હરાવ્યું. એક વિદ્યાધર પાસેથી સીતાની શોધ માટે માહિતી મેળવી. એ માટે લંકા નગરી ઉપર આક્રમણ કરવાનું આવશ્યક બન્યું.
સીતાનું હરણ કરી રાવણે તેને દેવરમણ નામના ઉદ્યાનમાં રાખી. સીતાનું હૃદય જીતવા માટે રાવણે ઘણા પ્રયાસો કર્યો, પરંતુ તેમાં તે નિષ્ફળ ગયો. એ પ્રસંગે રાવણ કામવિદુવળતા અનુભવે છે તિનું સવિગત ચિત્ર આલેખતાં કવિ લખે છે :
ખિણ રેયઇ કરઈ વિલાપ, ખિણ કહઈ પિતઈ પાપ; ખિણું કરઈ ગીત નઈ ગાન, ખિણ કરઈ જાપ નઈ ધ્યાન. ખિણ એક ઘઈ હુંકાર, કારણ વિના બાર બાર; નાખઈ મુખઈ નીસાસ, ખિણ ખંચિનઈ પડઈ સાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org