Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારેહ
દષ્ટાંત-સમુચ્ચય ‘શ’ગારમ’જરી કથા', પ્રાચીન કૈાસલી ભાષાનું વ્યાકરણ આલેખતું દામેાદરકૃત ‘ઉક્તિવ્યક્તિ પ્રકરણ’; પ્રાચીન મરાઠી ભાષાને વર્ણકપ્રધાન ગદ્યગ્રંથ ‘વૈજનાથ કલાનિધિ’; અબ્દુલ રહેમાનકૃત અપબ્રશ વિરહકાવ્ય ‘સ‘દેશરાસક', ગણિતસાર'ના સં. ૧૪૪૯માં રચાયેલા રાજકીતિ મિશ્રત બાલાવબે ધ, જેમાં ચૌલુકયયુગીન ગુજરાતનાં તાલ, માપ અને નાણાંનાં કાષ્ટકે! પહેલી જ વાર મળે છે— આવાં ખીજા પશુ ઉદાહરણ આપી શકાય; પણ મારા વિધાનના સમર્થન માટે આટલાં પર્યાપ્ત થશે એમ માનું છું.
૩૨૨
જૂના ગુજરાતી અથવા કહેા કે ભારુ-ગુર્જરી ભાષાસાહિત્યની પણ પ્રમાણમાં પ્રાચીન અને મહત્ત્વની તથા અન્યત્ર અનુપલબ્ધ જૈનેતર કૃતિઓ જૈન ભડારામાંથી મળે એના પણ નિર્દેશ અહી કરવા જોઇએ. ભીમકૃત ‘હ્રદયવ«ચરિત્ર' વીરસિંહકૃત ‘ઉષાહરણું,' પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબન્ધ'ની પ્રતા તથા અજ્ઞાત કવિકૃત વસ`તવિકાસ'ની લઘુ અને વિસ્તૃત વાચનાઓ, કેટલાંક જૈનેતર ફાગુકાવ્યા, ચતુર્ભુજકૃત ‘ભ્રમરગીતા,' ‘બિલ્હણપંચાશિકા’, ‘ગીતગાવિંદ’ તથા લઘુ ચાણકય અને વૃદ્ધ ચાણકય નીતિશાસ્ત્રના સેાળમા સૈકા પહેલાં થયેલા ગદ્યાનુવાદ, એક બ્રાહ્મણ વિદ્વાને સં. ૧૪૮૪ પહેલાં રચેલું ઓક્તિક, રુદ્રમહાલયની એક શાલભંજિકાને નાયિકા તરીકે નિરૂપતું કથાકાવ્ય અતિસારસ્કૃત ‘કપૂરમંજરી' આદિ આ પ્રકારની ઉપલબ્ધિના લાક્ષણિક નમૂનાઓ છે. કાઈ પણ જૈન જ્ઞાનભંડારની સૂચિ હું જોઉં છું ત્યારે ગુજરાતી સાહિત્યની કાઈ જૈનેતર કૃતિ એમાં છે કે કેમ એની અવશ્ય તપાસ કરું છું, અને આપણા એ વિષયના જ્ઞાનમાં વૃદ્ધિ કરે એવું કંઈક એમાંથી જરૂર મળી આવે છે. જૂના ગુજરાતી ભાષાસાહિત્યના ઇતિહાસ માટે તા આ ભંડારો અમૂલ્ય છે. કેટલીક કૃતિઓ એવી છે, જેની હસ્તપ્રતા દર પચીસીએ કે દર દસકે લખાઈ હોય ! ર્તાના હસ્તાક્ષરામાં લખાયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org