Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨૮
જૈન સાહિત્ય સમારોહ ચાર જુદી જુદી કૃતિ ઉપલબ્ધ છે. એમાંથી અઢી હજારથી વધુ ગાથામાં લખાયેલ ગદ્યપદ્યમય ચંપૂાવ્ય “ીતાચારેત” (સીતાચરિઉ નો આધાર સમયસુંદરે લીધો હોય એમ જણાય છે. એ ચંપૂકાવ્યના રચયિતા કોણ છે તથા એમણે એ કૃતિની રચના ક્યારે કરી તેને નિદેશ મળતો નથી. એક મત એવો છે કે આ “સીતાચરિત'ના ક્ત મકસેન અથવા મહાસેન હોવા જોઈએ.
સમયસુંદરે સીતાચરિતને આધાર લીધો છે. પરંતુ સાથે સાથે પોતે “પઉમચરિય” પણ નજર સામે રાખ્યું છે, એ રાસમાં તેમણે બે-એક સ્થળે નિર્દેશ કર્યો છે. * પ્રાચીન પરંપરા અનુસાર કવિ પિતાની આ રાસકૃતિની રચના અરિહંતદેવ, ગુરુ અને સરસ્વતી દેવીને નમસ્કાર કરીને કરે છે.
જુઓ :
“સ્વસ્તિ શ્રી સુખસંપદા, દાયક અરિહંત દેવ, કર જોડી તેહનઈ કહું, નમસકાર નિમેવ. નિજ ગુરુ ચરણકમલ નમું, ત્રિશ્ય તત્ત્વ દાતાર, કીડીથી કુંજર કિયઉ, એ મુજનઈ ઉપગાર. સમરું સરસતી સામિણું, એક કરું અરદાસ,
માતા દીજે મુજઝનઈ, વારુ વચન વિલાસ.” સીતાની કથાના આલેખનનું પ્રયોજન સામાન્ય રીત શીલધર્મના ઉપદેશનું રહ્યું છે. પરંતુ સીતાચરિત'ના કર્તાની જેમ સમયસુંદરે પણ આ રાસની રચના પાછળનો ઉદ્દેશ શીલધર્મના ઉપદેશ ઉપરાંત શેડો વિશેષ રાખે છે. એ ઉદેશ છે સાધુપુરુષોને માથે મોટું આળ, મિથ્યા કલંક ચડાવવાના પરિણામે માણસને કેવાં કેવાં દુઃખ ભેગવવાં પડે છે તે બતાવવાનો. સીતાજીના જીવનમાં પડેલાં ઘોર દુઃખ તે એણે પૂર્વભવમાં સાધુને માથે ખોટું કલંક ચડાવ્યું, તેને કારણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org