Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨૬
જૈન સાહિત્ય સમારોહ ઢાલમાં કવિએ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે એ ઢાલની રચના પોતે સારમાં ચાતુર્માસ દરમિયાન કરી હતી.
રામ અને સીતાનું કથાનક સુદીર્ઘ છે. સમયસુંદરે નવ ખંડમાં તે સમાવવા પ્રયત્ન કર્યો છે. પ્રત્યેક ખંડમાં દુહા અને સાત ઢાલ છે. એ પ્રમાણે દુહા અને ૬૩ ઢાલની બધી મળીને ૨૪૧૭ ગાથા આ રાસમાં આવેલી છે. રચના સુદીર્ઘ છે તેમ રસિક પણ છે. કવિ પોતે આત્મવિશ્વાસપૂર્વક છેલ્લી ઢાલમાં કહે છે?
મત કહે મેરી કાં જેડી, વાંચન્તા સ્વાદ લહે રે; નવનવા રસ નવનવી કથા, સાંભળતાં સાબાસિ દેશ્ય રે ગુણ લેો ગુણિયલ તણે, મુઝ મસકતિ સાહે જે રે, અણુસહુતા અવગુણગ્રહી, મત ચાલણિ સરિખા હો રે.”
જૈન પરમ્પરાની રામકથા વાલ્મીકિ રામાયણની કથાથી ઘણું દષ્ટિએ ભિન્ન છે. રામકથાનું જૈન ધર્મમાં પણ ઘણું મહત્વ છે. રામકથાના મુખ્ય ત્રણ પુરુષષાત્રો - રામ, લક્ષ્મણ અને રાવણ-ને ગેસઠ શલાકાપુરુષોમાં ગણવામાં આવ્યા છે. ૨૪ તીર્થકરે, ૧૨ ચક્રવત, ૯ બલદે, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાદે એમ ભળીને ૬૩ મહાપુરુષે ગણાય છે. તેમાં રામ એ આઠમા બલદેવ, લક્ષમણ આઠમાં વાસુદેવ અને રાવણ આઠમા પ્રતિવાદેવ છે. જેના માન્યતા અનુસાર પ્રત્યેક ક૫માં બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ સમકાલીન હોય છે. વાસુદેવ પિતાના મોટાભાઈ બલદેવની મદદ વડે પ્રતિવાસુદેવ સાથે યુદ્ધ કરી એને હરાવે છે, તેને વધ કરે છે. તે પ્રમાણે આઠમા પ્રતિવાસુદેવ રાવણને વધ થાય છે.
જૈન પરંપરામાં પ્રાકૃત ભાષામાં રામકથાનું નિરૂપણ ઘણું કવિઓને હાથે થયું છે. પરંતુ તેમાં અત્યારે ઉપલબ્ધ પ્રાચીનતમ મહત્ત્વની કૃતિઓમાં સંઘદાસગણિકૃત “વસુદેવહિંડી', વિમલસૂરિકૃત ‘પઉમચરિય' અને ગુણભદ્રકૃત “ઉત્તરપુરાણ' ગણાય છે. એ ત્રણેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org