Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨૦
જૈન સાહિત્ય સમારેહ
એકાદ-બે લાક્ષણિક ઉદાહરણ આપું તેા મમ્મટના કાવ્યપ્રકાશ ઉપરની સૌથી પ્રાચીન અને આધારભૂત ટીકાએમાંની એક માણિ. કચચન્દ્રકૃત‘સ’કેત' છે અને ‘કાદ ખરી'ની સૌથી પ્રસિદ્ધ અને સ માન્ય ટીકા ભાનુદ્ર–સિદ્ધિચદ્ર એ ગુરુશિષ્યની છે. ) જૈનેતર વિવિધ ગ્રન્થા ઉપર જૈન વિદ્વાનાની વૃત્તિએ અને વિવરણા એ. અનેક મૌલિક શોધપ્રબન્ધાના વિષય બને એમ છે.
સ
સાહિત્ય અને સસ્કૃતિના ઇતિહાસ સાથે સચિત્ર હસ્તપ્રતે સંબદ્ધ હાર્ટ એટલે નિર્દેશ પ્રસ્તુત છે કે પશ્ચિમ ભારતીય ચિત્રકલાન્ત વિગતે અભ્યાસ જૈન ભંડારામાંની ધાર્મિક ગ્રન્થાની તેમજ અન્ય વિષયેાની સચિત્ર હસ્તપ્રતાને આધારે મુખ્યત્વે થઈ શકયો છે અને થાય છે. વ ક અને અન્ય સાહિત્યમાંનાં વર્ણન ઉલ્લેખાદિનું, પ્રાચીન સ્થાપત્યેામાંનાં શિલ્પાનું અને હસ્તપ્રતાનાં ચિત્રામાં વેશભૂષા તથા વિવિધ ધાર્મિક અને સાંસારિક પ્રસ’ગાના નિરૂપણનું સયાજન એ તત્કાલીન જીવનના પ્રત્યક્ષકલ્પ દર્શન અને અધ્યયન માટે અત્યંત રસપ્રદ છે. ગુર્જરદેશની શ્રીમાલ અને અણુહિલવાડ પાટણ જેવી રાજધાનીઓમાં તથા કર્ણાવતી અને ધાળકા જેવાં દુષ્યમ પાટનગરામાં ગણનાપાત્ર ઉત્ખનનેા હજી થયાં નથી અને તત્કાલીન ગુજરાતની ભૌતિક સંસ્કૃતિ વિશેનું આપણું પ્રત્યક્ષ જ્ઞાન ( વિપુલ સાહિત્યસામગ્રી ઉપલબ્ધ હેાવા છતાં) અલ્પ છે. એવાં ઉત્ખના થશે ત્યારે એનાં પરિણામે સમજવામાં અને પુરાતત્ત્વીય અવશેષાના અબ્રટનમાં સાહિત્યસામગ્રી ઉપરાંત હસ્તપ્રતામાંનાં સેકડેા ચિત્રો ( જેમાંની ઠીક સંખ્યા હવે મુદ્રિત પણ થઈ છે.) ઉપયાગી થશે. એમાં શંકા નથી.
કેટલાક અતિ વિરલ જૈનેતર ગ્રન્થે. પહેલાં દેવળ સાહિયિ ઉલ્લેખા દ્વારા જાણવામાં આવેલા હતા અથવા સાવ અજ્ઞાત હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org