Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સમયમાં સાધનઃ એક દષ્ટિ
૩૨૧
તે આ ભંડારમાંથી મળ્યા છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રને, કહો કે કવિ-શિક્ષાને, એક અતિમહત્વને ગ્રન્થ રાજશેખરકૃત “કાવ્યમીમાંસા' જેના પ્રકાશનથી ચિમનલાલ દલાલે ૧૯૧૬ માં ગાયકવાડુઝ એરિયેન્ટલ સિરીઝનો પ્રારંભ કર્યો, “રૂપકષકમ્' શીર્ષક નીચે પ્રગટ થયેલાં કવિ વત્સરાજનાં નાટકે જેમાં સમવકાર, ઈહામૃગ અને ડિમ એ સંરકૃત એકાંકીના નમૂનાઓ છે, જેમનાં માત્ર લક્ષણે જ “દશરૂપક’ આદિમાંથી જાણવા મળતાં હતાં; લોકાયત દર્શનનો એકમાત્ર ઉપલબ્ધ ગ્રન્થ, ભટ્ટ જયરાશિકૃત ‘તોપલવ” (પં. સુખલાલજી અને શ્રી. રસિકલાલ છો. પરીખે કરેલું એનું સંપાદન ગાયકવાડ્ઝ એરિયેન્ટલ સિરીઝના ૮૭ મા પુષ્પ તરીકે ૧૯૪૦ માં પ્રસિદ્ધ થયું છે; પિંડીચેરીની ફ્રેન્ચ સંશોધન સંસ્થાના ઉપક્રમે એક ઈઝરાયલી વિદ્યાથી એને દાર્શનિક અભ્યાસ અને ફ્રેન્ચ અનુવાદ કરી રહ્યા છે ); બૌદ્ધ દર્શનના સૌથી મૂલ્યવાન ગ્રન્થ પૈકી એક, આચાર્ય શાન્તરક્ષિત અને તેમના શિષ્ય કમલશીલકૃત (તેઓ બંને નાલંદા વિદ્યાપીઠમાં અધ્યાપકે હતા) “તત્વસંગ્રહ'; કણાદનાં વૈશેષિક સૂત્ર ઉપર ચ દ્રાનન્દની ટીકા; વૈશેષિક સત્ર ઉપરના પ્રશસ્તપાદ ભાષ્યના વિવરણરૂપ શ્રીધરાચાર્ય કૃત “ન્યાયકન્ડલી” ઉપરની શિઠિલમિદેવની ટીકા (આ શિડિલોમિદેવ દક્ષિણ ભારતને કોઈ રાજવી જણાય છે); મહાન બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિકૃત “પ્રમાણુવાર્તિક જે આ પહેલાં એના તિબેટન અનુવાદરૂપે જ જાણવામાં હતું; “માઠરવૃત્તિથી ભિન એવી સાંખ્ય સુત્રો ઉપરની બે પ્રાચીન ટીકાઓ; પંચ મહાકાવ્ય પૈકી એક નૈષધીયચરિત'ના કર્તા શ્રીહર્ષના વંશમાં થયેલા પંડિત હરિહરકૃત અતિહાસિક નાટક “શંખ પરાભવ વ્યાયોગ'; કૌટિલ્યના અર્થશાસ્ત્રની ઉત્તર ભારતીય પરંપરાના કેટલાક અંશે સાચવતો અપૂર્ણ ગ્રન્થ “રાજસિદ્ધાન્ત'; ભોજદેવે રચેલો ગણિ કાજીવન સંબદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org