Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય પં. કપુરચંદ રણછોડદાસ વાયા
શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં જ્ઞાનના પાંચ પ્રકાર કહેલ છેઃ ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન ૫ર્યવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન.
તે પાંચ જ્ઞાન પૈકી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઈંદ્રિય અને મનની મદદથી થાય છે, જ્યારે અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન આત્માથી પ્રત્યક્ષ થાય છે.
જૈન શાસ્ત્રોમાં આ પાંચ જ્ઞાનેનું સવિસ્તર વર્ણન આપવામાં આવેલ છે. વર્તમાનકાળે આ ક્ષેત્રમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મુખ્યપણે છે.
તમાં શ્રુતજ્ઞાન મુખ્યપણે બે ભાગમાં વહેંચાયેલું છેઅંગપ્રવિષ્ટ અને ૨ આંગબાહ્ય.
૧ અંગપ્રવિષ્ટ સૃતઃ શ્રી તીર્થંકર પરમાત્મા પરમતારક તીર્થની સ્થાપના કરે છે તે વખતે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિના ઘણું ગણધર ભતવતો જિં તત્ત? (– તવ શું?) એ પ્રમાણે પ્રભુને પૂછે છે. તેના ઉત્તરમાં તીર્થંકર પરમાત્મા ૩qનેરુ યા વિમે વા, જુવે વા (= દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે, અને સ્થિર રહે છે) એ ત્રિપદી આપે છે. એ ત્રિપદીના આધારે બીજબુદ્ધિના ધણી ગણધર ભગવંતે તે જ સમયે દ્વાદશાંગીની રચના કરે છે, તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય છે.
અંગબાહા અતઃ તીર્થ પ્રવર્તન બાદ યથાસમયે ગણધર ભગવંત કે અન્ય સ્થવિર મુનિઓ જે સૂવરચના કરે છે તે સર્વ અંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org