Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ
ઈ. સ. ૧૮૬૫ માં ભીમશીભાઈએ મુન્દ્રાના પોતાના મિત્ર કલ્યાણુજીને પેાતાની સાથે લીધા. કલ્યાણુભાઈન જૈન ધર્માંની મહત્ત્વતી હસ્તપ્રતા એકઠી કરવાનું દુષ્કર કામ સાંપ્યું. અંધકારમાં પડેલા એ અમૂલ્ય ખજાનાની શેધમાં કલ્યાણુજીભાઈએ ગુજરાત, રાજસ્થાન અને વારાણુસીને પ્રવાસ કર્યો. તે વખતે રૂપિયા દસ હજાર જેવી માતબર રકમ ચૂકવી ઘણી હસ્તપ્રતા અને ગ્રંથા લાવ્યા. એના પ્રકાશનની એમણે પહેલ કરી. સૌપ્રથમ એમણે ‘પ્રકરણરત્નાકર’ના ચાર ભાગના પ્રકાશન માટે રૂપિયા એક લાખને ખરૂં કર્યાં હતા, જેને પ્રથમ ભાગ મુંબઇના ખ્યાતનામ નિયસાગર પ્રેસમાં છપાયે હતા, અને ઈ. સ. ૧૮૭૬ માં પ્રકાશિત થયા હતા, એ ગ્ર ંથની પ્રસ્તાવના-માં જ્ઞાનપિપાસુ શ્રાવક ભીમશી માણેક લખે છેઃ પ્રિન્ટિંગ પ્રેસનું મૂલ્ય આછું ન આંકવું જોઈએ. પ્રાચીન વિદ્વાનેા તથા આચાર્યાના સમૃદ્ધિ સમૃદ્ધ વારસાની જાળવણી તથા તેના પ્રચાર અને પ્રસાર મુદ્રણ દ્વારા જ શકય બનશે. ”
<<
૧૯૪
ઈ. સ. ૧૮૭૬ માં એમણે ‘પ્રકરણ રત્નાકર'ના બીજો ભાગ, ૯. સ. ૧૮૭૮માં ત્રીજો ભાગ અને ઈ. સ. ૧૮૮૧માં ચેાથે ભાગ પ્રસિદ્ધ કર્યાં હતા. ચારે ભાગનું સ ંપાદન ભીમશી માણેકે પેાતે કર્યું” હતું, અને તે મુંબઈના નિયસાગર પ્રેસમાં છપાયા હતા.
આ ગંજાવર કામની સાથેાસાથ એમણે પાંડવચરિત્રનું બાલાવ-એાધ', ‘સાર્થ પ્રતિક્રમણુસૂત્ર”, સમ્યક્ત્વમૂલ ખાર વ્રતની ટીપ, વિવિધ પૂજાસ ગ્રેડ’, ‘સૂયગડાંગસૂત્ર' વગેરે ગ્રંથાનું પ્રકાશન પણ કર્યું હતું.
ધનાં પવિત્ર શાસ્ત્રા અને ગ્રંથાનું પ્રકાશન ન કરવા માટે જૂનવાણીએ તરફથી ભીમશી માણેક ઉપર દબાણુ આવ્યું હતું. પણ એમણે એકલે હાથે આવી ઉમદા પ્રવૃત્તિ કરવા કમર કસી હતી. આવા ધુરંધર શ્રાવક ભીમશી માણેકે લગભગ ૩૦૦ જેટલાં પુસ્તકેાનુ પ્રકાશન કર્યું... હતું. ઈ. ૧૮૯૧માં એમનુ` દેહાવસાન થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org