Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૯૮
જૈન સાહિત્ય સમારોહ સમાજમાં “સરને ઇલ્કાબ મેળવનાર જે જુજ મહાનુભા હતા. તેમાં એમનો સમાવેશ થતો હતો. તે સમયમાં સર વસનજી ત્રિકમજીએ પંદર લાખ રૂપિયા જેટલી રકમની ધાર્મિક, સામાજિક અને વૈદકીય ક્ષેત્રે સખાવતે કરી હતી. તેથી તેમને સખાવતે મશહૂરને ખિતાબ પણ મળ્યો હતો. સં. ૧૯૬૭માં મુંબઈની રોયલ ઇન્સ્ટિટયુટ ઑફ સાયન્સને એમણે બે લાખ પચીસ હજાર રૂપિયા જેટલી રકમનું દાન આપ્યું હતું. અંગ્રેજ સરકાર તરફથી સર વસનજી ત્રિકમજીને તા. ૨૦-૧૨-૧૯૧૧ના રેજ નાઈટહુડનો ખિતાબ મળ્યા હતા. રયલ ઈન્સ્ટિટયૂટ એફ સાયન્સની લાયબ્રેરી એમના નામથી આજે પણ ચાલે છે.
સુથરીના બીજા દાનવીર ખેતશી ખીંયશી ધુલાને જન્મ સં. ૧૯૧૧માં થયો હતો. તેમણે સંવત ૧૯૫૬ માં કચ્છ–ડાલારમાં પડેલા છપ્પનિયા દુકાળમાં મનુષ્ય અને પ્રાણુઓને બચાવવા બાર લાખ રૂપિયા જેટલી સખાવત કરી હતી. શેઠ ખેતશી ખીલશીએ પંડિત મદનમોહન માલવિયાએ સ્થાપેલ બનારસ હિન્દુ યુનિસિટીમાં એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું અને ત્યાં જેને ચેર માટે ચાળીસ હજાર રૂપિયા આપ્યા હતા. એમના પુત્ર હીરજી શેઠે પૂનાની ભાંડારકર ઓરિયેન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટયૂટને રૂપિયા પચાસ હજારનું દાન આપ્યું હતું, અને જેનેના હસ્તલિખિત ગ્રંથ માટે રૂમ બંધાવી આપી હતી, ખેતશી ખીંયશીએ કરેલી પ્રગટ સખાવતે છે રૂપિયા પચીસ લાખથી વધુ થાય છે.
આજથી પચીસેક વર્ષ પહેલાં કચ્છનાં ઘણું ગામોમાં જેની વસતિ ખૂબ જ સારા પ્રમાણમાં હતી. જેને કચછ પ્રદેશની ઘણી સેવા કરી છે. જેન વસતિવાળાં ગામોમાં શાળા, પુસ્તકાલ્ય, સાર્વજનિક દવાખાનું, પાંજરાપોળ જેવી સુવિધાઓ એમણે જ ઊભી કરી હતી. હજી પણ દુષ્કાળ જેવી કુદરતી આપત્તિમાં જેને કોઈ પણ જાતના ભેદભાવ વગર કચ્છને પડખે ઊભા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org