Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કાર
જૈન સાહિત્ય સમારાહ
દ્વારા એનું પ્રકાશન કર્યું છે. એ સપાદન પણ સાધારણ છે, પણ એની શ્રી. દલસુખ માલવિયાએ લખેલી સમ હિન્દી પ્રસ્તાવના નિશીથ સૂત્ર' અને તત્સંબદ્ધ વિષયને લગતા એક સ્વતંત્ર અભ્યાસગ્રન્થ છે.
ચૂર્ણિ આનાં તુલનાત્મક દષ્ટિએ થયેલાં શાસ્ત્રીય સંપાદને મુનિશ્રી પુણ્યવિજયજીનાં છે. તેમણે સ’પાદિત કરેલી અગસ્ત્યસિંહકૃત ‘દશવૈકાલિક’ ચૂર્ણિ અને 'દિસૂત્ર' ઉપરની ચૂર્ણિ પ્રાકૃત ટેસ્ટ્સ સેસાયટી તરફથી પ્રગટ થયેલી છે. ‘ઉત્તરાયન' ચૂર્ણિ, ‘અનુયેાગદ્વાર' સૂચિ અને ‘આવશ્યક' ચૂર્ણિનાં તેઓશ્રીએ કરેલાં સંપાદને લગભગ તૈયાર છે. સૂત્રકૃતાંગ સૂત્ર”ની ચૂર્ણના, તેમણે સંપાદિત કરેલા પ્રથમ ભાગ પ્રગટ થયા છે અને બીજો ભાગ મુનિશ્રી જ ધ્રુવિજયજી તૈયાર કરી રહ્યા છે, વળી ‘આચારાંગ સૂત્ર”ની ચૂર્ણિતા સપાદિત પાઠ પણ જબુવિજયજીએ, મુનિશ્રી પુણ્યવિજયજીએ એકત્રિત કરેલી સામગ્રીને આધારે તારવ્યા છે. મહાકાય ‘નિશીથસૂણિ'ની સિદ્ધરાજ ૦૮સિંહના સમયમાં લખાયેલી તાડપત્રીય હસ્તપ્રત ( જેમાં નિયુ ક્તિ અને ભાષ્ય પણ છે) ઉપરથી પ્રત્યુતરા સાથે મેળવેલી નકલ તથા ‘બૃહત્કલ્પ સૂત્ર’ની વિશેષચૂર્ણિની નકલ અને પાયાન્તરેાની નેાંધ, શ્રો. અમૃતલાલ પડિત, પુણ્યવિજયજીના માદન અનુસાર તૈયાર કરેલ છે. તમામ ચૂર્ણિ એનું સંપાદન અને પ્રકાશન એક મહાભારત કા છે, પશુ પસંદ કરેલી અમુક ચૂર્ણિનું પ્રકાશન વિચારાય તે તે કેટલીક રીતે વિશિષ્ટ અગત્યનું નીવડશે. ઉપર કહ્યું તેમ, ચૂર્ણિ એ પ્રાકૃત ગદ્યમાં મૂળ સૂત્રેાનું વિવરણ છે, પણ ઘણી વાર એ ગદ્ય પ્રાકૃત અને સંસ્કૃતના મિશ્રણ કે સંકર જેવું હેાય છે તથા એમાંની પ્રાકૃત અને સંસ્કૃત બંનેનું સ્વરૂપ વ્યાકરણ કે સાહિત્ય દ્વારા જ્ઞાત એના સ્વરૂપથી સવ થા વિલક્ષણ હેાય છે. અત્યારે કેટલાક શિક્ષિતા વાતચીતમાં અર્ધું દેશી ભાષામાં અને અર્ધું. અંગ્રેજી ભાષામાં ખેાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org