Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૧૦
જેન સાહિત્ય સમારોહ ભેદ પાડે કેટલીક ભર પ્રાચીન ટીકાકારોને પણ મુશ્કેલ લાગ્યો છે; ચૂણિઓ ગવમાં છે.) આઠમા સૈકામાં હરિભદ્રસૂરિ અને શીલાંકદેવની સંસ્કૃત ટીકાઓ થઈ ત્યાર પછી સંસ્કૃત ટીકાખે અને વૃત્તિઓને મહાપ્રાહ શરૂ થયો, જે લગભગ અર્વાચીન કાળ સુધી ચાલુ રહ્યો. એ સવનો નામોલ્લેખ પણ અહી શકી નથી. પરંતુ ઈસવી સનના અગિયારમાં સકામાં પાટણમાં આભનાં નવ અંગે ઉપર ટીંક રચનાર “નવાંગીવૃત્તિકાર” આચાર્ય અભયદેવસૂરિની ટીકાઓનો નિર્દેશ અહીં ઉચિત થશે. દ્રોણાચાર્યના અધ્યક્ષપદ નીચેની એક પતિપરિષદ એ ટીકાઓનું સંશોધન કરતી હતી. અભયદેવસૂરિની ટીકાઓની સહાય વિના, અંગસાહિત્યનાં રહસ્ય સમજાવાનું, પછીના સમયમાં, વિદ્વાને માટે પણ ઘણું કઠિન બન્યું હોત. આ તથા એ પછીની સર્વ ટીકા–વૃત્તિઓમાં કથાનક્ક પ્રાકૃતમાં ઘણુંખરું હોય છે એ પ્રાચીનતર પરંપરાનું સાતત્ય છે.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પશ્ચિમમાં વેબરે આગમસાહિત્યનો સર્વપ્રથમ વિસ્તૃત પરિચય જર્મન ભાષામાં આપ્યું એના અંગ્રેજી અનુત્રાદ માટે જુઓ. “ઈન્ડિયન એન્ટિફરી,' પુ ૧–૨૧) અને યાકોબીએ “કલ્પસૂત્ર'ની વાચના (લીપઝીંગ, ૧૮૭૯). આપી. તથા મેકસમૂલર-સંપાદિત “સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ એ ગ્રંથમાળાના બે ગ્રન્થો(૨૨ અને ૪૫)માં કેટલાક આગમગ્રન્થના અંગ્રેજી અનુવાદ આપ્યા તેમજ એ સર્વ પ્રકાશનની પ્રસ્તાવનામાં જેન ધર્મ અને દર્શનના સ્વતંત્ર સ્થાન અને ઈતિહાસ પર મૌલિક ચર્ચા કરી વીસમી સદીમાં શાપેન્ટિયર, લ્યુમેન, શુબ્રિગ આદિએ આગમોનાં કેટલાંક વિશિષ્ટ સંપાદનો કર્યા છે, પણ અર્વાચીન કાળમાં શક્ય એટલા આગમગ્રન્થાને આવરી લેતો એ દિશામાંને મહાન પુરુષાર્થ આચાર્ય સાગરાનંદસૂરિને છે. મારા વિદ્યાગુરુ સદ્ગત મુનિશ્રી પુણ્યવિજ્યજીએ મૂલ સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ચૂણિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org