Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યમાં સંશોધનઃ એક દષ્ટિ
૩૧? છે, એના જેવું એ નથી? એમાંયે વિભિન્ન ચૂણિઓની ભાષારીતિ વિભિન્ન છે. મારો એક તર્ક છે (અને એ માટે ચૂર્ણિઓની શૈલી સિવાય બીજો કોઈ આધાર નથી) કે નિદાન અમુક ચૂણિઓ ઉપાધ્યાય કે વાચકે શિષ્યો આગળ આપેલાં પ્રવચનોની નેમધના રૂપમાં છે. એમાં મૃતપરંપરાએ કંઈક પરિવર્તન થયાં હેય. પણ ચૂર્ણિઓના સ્વરૂપને અને સંકર ભાષાનો ખુલાસો બીજી રીતે આપવો મુશ્કેલ છે. માત્ર જૈન ધર્મ અને દર્શનના ઈતિહાસ માટે જ નહિ, પણ પ્રાચીન ભારતીય લેકજીવન, સંસ્કૃતિ, સમાજદર્શન અને લોકકથાઓ માટે ચૂર્ણિમાંથી પ્રાપ્ત થતી સામગ્રી અમૂલ્ય છે અને એ દિશામાં ગંભીર અધ્યયનનો હજી માંડ પ્રારંભ થયો છે. “નિશીથ ચૂર્ણિ” વિશેને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્વીકારાયેલે શ્રીમતી મધુ સેનનો મહાનિબંધ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ તરફથી થોડા સમય પહેલાં પ્રગટ થયું છે. આ
સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ઉપરાંત તમામ નવ્ય ભારતીય આર્ય ભાષાઓમાં તેમ જ કન્નડ, તામિલ આદિ દ્રાવિડી ભાષાઓમાં જૈન સાહિત્યનું ખેડાણ થયું છે અને કન્નડમાં તો પ્રાચીનતમ સાહિત્ય એ જૈન સાહિત્ય છે. પણ ભારતીય વાયના અનેક પ્રકારોમાં કથાસાહિત્યનું વિશેષ ભાવે ખેડાણ જૈન લેખકે એ કર્યું હોઈ એ વિશે મારા અભ્યાસનાં કેટલાંક પરિણામોની અને તાજેતરનાં ડાંક પ્રકાશ નની અહીં વાત કરીશ. “ઓન ધી લિટરેચર ઓફ ધી વેતાંબરાઝ ઓફ ગુજરાત (લિપઝિગ, ૧૯૨૨) એ નાનકડી પુસ્તિકામાં જર્મન વિદ્વાન જોહાનિસ હટલે વેતાંબર જૈન સાહિત્યની – અને એમાંયે કથાસાહિત્યની ઇદક્તા અને ઇયત્તા સંક્ષેપમાં દર્શાવી છે. જેને અને બૌદ્ધોએ લોકવાર્તાઓ અને આનંદલક્ષી કથાઓને ધાર્મિક સ્વરૂપ આપ્યું. ગુણચકૃત “બૃહત્કથા” એ ઇસવી સનના પ્રારંભમાં, પૈશાચી પ્રાકૃતમાં રચાયેલ, આશરે એક લાખ લોકપ્રમાણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org