Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યમાં સંશોધનઃ એક દૃષ્ટિ
૩૦૯
એમ લાગતું નથી. વીરનિર્વાણ પછી દસમા સૈકામાં, વીર સં. ૯૮૦(અથવા બીજી પરંપરા અનુસાર વીર સં. ૯૯૩)માં એટલે કે ઈ. સ. ૪૫૪(કે ૪૭)માં દેવધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતા નીચે વલભીમાં એક પરિષદ મળી, જેમાં જૈન શ્રતની છેવટની સંકલના કરવામાં આવી, એટલું જ નહિ, સર્વ ઉપલબ્ધ આગમ લિપિબદ્ધ કરવામાં આવ્યાં. જૈન સાહિત્યિક ઇતિહાસમાં આ મહત્ત્વની ઘટના છે, કેમ કે જૈનોના હસ્તલિખિત ગ્રન્થભંડારોની પ્રાચીનતા એથી નિદાન પાંચમા સૈકા સુધી જાય છે. (આ વસ્તુને ખાસ ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે જૈન સાધુચર્યામાં આત્યંતિક અપરિગ્રહનું મહત્ત્વ હે ઈ પુસ્તક પરિગ્રહમાં ગણાયાં છે અને પુસ્તક રાખવા કે લખવા માટે પણ છેદસૂત્રોમાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે ! એ જ જૈન પરંપરામાં જ્ઞાનભક્તિ નિમિત્તે ગ્રન્થ અને ગ્રન્થભંડારોનું મહત્વ કેટલું વધ્યું અને સાત ક્ષેત્રો પૈકી જ્ઞાનક્ષેત્રે ધન વાપરવામાં મહત્વ પુણ્ય ગણાયું તથા કાર્તિક શુકલ પંચમી-જ્ઞાનપંચમીના માહામ્યનાં અનેક કથાનકે રચાયાં એ પણ સામાજિક-ધામિક ઈતિહાસ અને વૈચારિક ઉત્ક્રાન્તિની દષ્ટિએ રસપ્રદ છે.) વળી જૈન ધર્મનો ઉદ્દભવ અને વિકાસ પૂર્વ ભારતમાં થયે અને આગામે પશ્ચિમ ભારતના વલભીમાં લિપિબદ્ધ થયાં એ પણ સૂચક છે. આર્ય ઋન્દિલે તૈયાર કરેલી જૈન શ્રુતની માથુરી વાચના દેવર્ધિગણિએ મુખ્ય વાચના તરીકે સર્વસંમતિથી સ્વીકારી હતી અને આર્ય નાગાર્જુનની વલભી વાચનના મુખ્ય પાઠભેદ વારે (સં. વાવનાન્તરે) એવા ઉલ્લેખ સાથે નેધ્યા હતા. એ સમયથી માંડી આગમન અર્થદર્શન અથવા અર્થ વિવેચન(Exegesis )ના વિશિષ્ટ પુરુષાર્થો અને પ્રયત્ને મુખ્યવે પશ્ચિમ ભારતમાં થયા છે. આગમો ઉપરનું પ્રાચીનતમ ટીકાસાહિત્ય - નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂણિ – પ્રાકૃતમાં છે; (નિયુક્તિઓ અને ભાગ્યે પદ્યમાં હોઈ એટલાં સંમિશ્રિત થયેલાં છે કે એ બંનેને
*
કે
*
!
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org