Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૦૪
જૈન સાહિત્ય સમારોહ દેશવિરતિ સર્વવિરતિરૂપ પ્રૌઢાવસ્થાવાળાને અને સમાધિની શોધ કરતા વૃદ્ધાવસ્થાવાળા છદ્મસ્થમે હોય છે. ત્રીજું યૌવન પામેલા (સાન-ભાન પામેલા) વિવેકી અવિરતિ સમક્તિીને હેચ છે. ચોથું બાલ્યાવસ્થામાં પણ શાણપણ પામેલા ધર્મની રુચિવાળા ભદ્રક પરિણતિ મિથ્યાદષ્ટિને હોય છે અને પાંચમું અતિ દુષ્ટ બાલ-બાલ મરણ મિથ્યાદષ્ટિ ભવાભિનંદીને હોય છે.
એ બધાં મરણને કરતો કરતો જીવ જ્યારે છેલ્લી બેધિ અને સમાધિના પ્રભાવે અંતિમ પંડિત–પંડિત મરણને સાધે છે, ત્યારે તે મરણ મહા મહેન્સવરૂપે બને છે, કારણ કે તેના દ્વારા અનાદિકાળથી આ સંસારરૂપ રંગશાળામાં બંધાયેલા અને વિવિધ અવસ્થાઓને અનુભવતા જીવની એમાંથી શાશ્વત મુક્તિ થાય છે, અર્થાત પૂર્ણ
સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે. એ કારણે તે મરણ નહિ પણ ભાવિ મનું મરણ કરનાર, જરાને જર્જરિત કરનાર અને અનંતા જન્મોને અજન્મ કરનાર આત્માને મહામહેત્સવ બને છે.
રાગ-દ્વેષના પરિણામથી ઘણે કર્મબંધ થાય છે અને પરભવમાં ઘણાં દુઃખને આપનારી નારક આદિ ગતિ થાય છે. મોહથી મૂછિત પ્રાણુઓને ઘણું રાગદ્વેષ થાય છે, તેમજ અહંકાર અને મમતા પણ થાય છે. તેનાથી પ્રાણીની શુદ્ધિ અને બુદ્ધિ ચાલી જાય છે. મહામહ અને અજ્ઞાનથી સર્વ જી વ્યાકુલ થવાથી પોદ્દગલિક પદાર્થોને વિષે હંમેશાં મમત્વ ધારણ કરે છે. પરંપદાર્થમાં પિતાપણું માનીને જીવે પિતાના ચિત્તમાં ઘણું મમતા ધારણ કરે છે. અને વ્યાકુળ દશામાં હંમેશા વર્તે છે અને તેથી પાર વગરના વિક થાય છે. “હું” અને “મારું” એવા ભાવથી જીવે અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કર્યું છે પણ જે જિનેશ્વરની વાણું ચિત્તમાં પરિણમે તે મેહજ જાળ છૂટી જાય છે. મેહથી વિકળ આ જીવને પુદ્ગલ પ્રત્યેનો મેહ પાર વગરનો છે, પણ એટલું સમજતો નથી કે તે પુગલમાં કઈ સાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org