Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
હ૦૩
જેના દર્શન અને સમાધિ મરણ
તત્વથી આ સંસાર આત્માના વિકાસ માટેના પુરુષાર્થ માટે છે. તેમાં માનવજન્મ અને તેમાં બોધિ-સમાધિની સાધના તે અંતિમ સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ છે.
જૈન દર્શનમાન્ય અનાદિ નિગદ અવસ્થા તે ગર્ભાવસ્થા છે. જેમ માનવજન્મમાં ગર્ભાવસ્થા, જન્મ પછી બાલ્યાવસ્થા, યોવન પછી પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને પછી મરણ વગેરે શરીરની અવસ્થાઓ ક્રમશઃ અનુભવાય છે, તેમ જીવને જે સમગ્ર સંસારકાળ તે આત્માની ગર્ભાવસ્થા છે. તે પૂર્ણ થતાં વ્યવહારરાશિની પ્રાપ્તિ થાય છે. તે આત્માને જન્મ છે; અને બાળકની જેમ અજ્ઞાનમૂઢપણે ચારે ગતિમાં પરિભ્રમણ તે બાલ્યાવસ્થા છે. તેમાં કર્મને વિવરને પામીને કાળપરિપાક થતાં સમ્યગદર્શનની પ્રાપ્તિ તે સમજણ-જ્ઞાનરૂપ યૌવનપ્રાપ્તિ છે. તે પછી સ્વ-સામર્થ્ય પ્રમાણે વિકાસ કરતો દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રને આરાધે તે તેની બધિ-પ્રાપ્તિવાળી પણ પ્રમાદયુક્ત સમાધિરહિત પ્રોઢાવસ્થા છે.
પછી જ્યારે સંસારનાં સુખોથી તૃપ્ત થયેલો - થાકેલા જ્યારે તે આત્મા સમાધિને અન્વેષક બને છે, અત્યંતર સુખની શોધ કરે છે, ત્યારે તે વૃદ્ધાવસ્થાને પામેલે ગણાય છે. અને એ સમાધિને પ્રાપ્ત કરીને બધ-સમાધિ દ્વારા મૃત્યુને મહેસૂવરૂપ બનાવે છે, ત્યારે પંડિત-પંડિત ભરણથી મરેલો તે સંસાર નાટકથી મુક્ત થાય છે, અર્થાત્ સર્વોત્કૃષ્ટ અંતિમ વિકાસને પામી અજરામર બનેલો તે અનંતાનંત સ્વાભાવિક સુખને ભક્તા બને છે.
આ અવસ્થાઓને અનુસરીને વિવિધ રીતે મરતા જીવનાં મરણના પણ શાસ્ત્રમાં પાંચ પ્રકારો કહ્યા છે:
૧. પડિત પંડિત મરણ, ૨. પંડિત મરણ, ૩. બાલ-પંડિત મરણ, ૪. બાલ ભરણ અને ૫. બાલ-બાલ મરણ. તેમાં પહેલું મરણ વિકાસના અંતિમ પ્રકર્ષને પામેલા વીતરાગને હોય છે, બીજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org