Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન દર્શન અને સમાધિ મરણ
૩૦૫ કોઈ વસ્તુ ઈચ્છાથી પ્રાપ્ત થતી નથી, કલ્પના કરવાથી વિપત્તિ દૂર થતી નથી. પણ અજ્ઞાની જીવને ઘણા વિકલ્પ થાય છે આ રીતે મમતાથી અંધ થયેલ અજ્ઞાની ઘણા વિકલ્પો કરે છે. આ મમતા એ મોહરૂપી અંધકારની માતા છે, ભયંકર ક્રર માયાની રાત્રી છે, સંસારદુઃખની એ ખાણ છે, તે મમતાથી દૂર રહીએ તેમાં જ કલ્યાણ છે.
મૃત્યુ સમીપ આવતાં સમકિતદષ્ટિ આત્મા મન-વચન-કાયાને સ્થિર કરી, ખાટલા પરથી નીચે ઊતરી અત્યંત સાવધાન થાય છે. સિહની જેમ નિર્ભય બની મોક્ષરૂપી લક્ષ્મીને વરવા અને મોક્ષનગરનું રાજ્ય લેવા પિતાના આત્મા સંબંધી કાર્ય કરે છે.
જેમ મહા સુભટ યુદ્ધમાં શત્રુને જીતવા માટે દિશાઓમાં ઘણી ગર્જના કરતા રણભૂમિમાં સંચરે છે, તેવી રીતે સમકિતદષ્ટિવંત છવ પરિણામને સ્થિર કરી, અંશ પણ આકુળતા રહિત, ધીરજનું ઘર બની, શુદ્ધ ઉપયોગમાં વર્તતા, આત્મગુણના અનુરાગથી સર્વ પદાર્થોને ત્યાગ કરી પરમાત્માના ધ્યાનમાં લીન બને છે.
ધ્યાન કરતી વખતે ધ્યાતા અને ધ્યેયની એકતા થાય ત્યારે તે જ આત્મા પરમાત્મા થાય છે. જે સમકિતદષ્ટિ–શુભ શુદ્ધિવાળે જીવ છે તે મોક્ષસુખને જ ઇચ્છે છે, તે રાગ-દ્વેષ આદિના પરિણામમાં ક્ષિણ વાર પણ વર્તતા નથી. તેના મનમાં કોઈ પણ બાહ્ય પદાર્થની ઈરછા હેતી નથી, અને મોક્ષલક્ષમી વરવા માટે અત્યંત ઉત્સાહ ધારણ કરે છે. આવી રીતે અંતરંગ ભાવનો વિચાર કરતાં તે પિતાને . આયુષ્યકાળ પૂર્ણ કરે. તેને કોઈ જાતની આકુળતા હોતી નથી. તે - જીવ આકુળતારહિત સ્થિર હોય છે. આત્માનું સુખ કે જે આનંદ
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org