Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કરછક્યાં જૈન ધર્મ " તેરામાં વિ. સં. ૧૯૧૫ માં મોતા હીરજી ડોસા અને પાર રાયમલે જિરાવલી પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું છે. આ પંચમ તીથીનાં જિનાલયે તેમની કલાકારીગરીને લીધે મને હર છે વિ. સં. ૧૯૮૩ માં સંઘવી નગીનદાસ કરમચંદ પાટણથી પ૦૦૦ યાત્રિકનો સંઘ લઈ કચ્છ આવ્યાની નોંધ અહીં મળે છે. ' કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિમાં નલિયા ગામે આજથી બેસે વર્ષ પહેલાં સં. ૧૮૪૦માં જન્મેલ નરશી નાથા જ્ઞાતિશિરોમણિ તરીકે પંકાયા હતા. સંવત ૧૮૦માં કરછથી ભાટિયાઓએ મુંબઈ આવવાની શરૂઆત કરી. સંવત ૧૮૪૦માં દશા ઓશવાળા આવ્યા. સર જમશેદજી ટાટાએ એક વખત કહેલું કે વેપારના ખરા સુકાનીઓ માત્ર કચ્છીઓ જ છે, કારણ કે જગતના વેપારની જડરૂ અને અનાજ છે અને તે વેપાર કચ્છીઓના હાથમાં છે. ધર્મપ્રેમી નરશી નાથાએ સંવત ૧૮૮૯ માં મુંબઈ મજિદ બંદર પાસે અનંતનાથજી જિનાલય બંધાવ્યું હતું. શત્રુંજય પર્વત પર આવેલાં જૈન દેરાસરમાં એક દેરાસર નરશી નાથાએ બંધાવ્યું છે. તેથી પાલીતાણું તીર્થની નવ ટૂંકમાં એ ટ્રક ચન્દ્રપ્રભુ જિનાલયવાળી, “નરશી નાથાની ટૂક'ના નામે પ્રસિદ્ધ છે. - નરશી નાથાની સાથે જ જેમનું નામ બોલાય છે તે તે કેશવજી નાયક. સં. ૧૮૭૫માં જન્મ, વતન કચ્છનું કોઠારા ગામ. કેશવજી નાયક મુંબઈના શ્રેષ્ઠિર્યોમાંના એક હતા. તે સમયે સર કાવસજી જહાંગીર અને કેશવજી નાયક પાસે જ ચાર ઘોડાની ગાડી હતી. પાલીતાણામાં એક ટૂક “કેશવજી નાયકની ટ્રક તરીકે ઓળખાય છે.
કરછી વીશા ઓશવાળ જ્ઞાતિમાં રાવબહાદુર રવજી સેજપાર, મેઘજી સોજપાર, વેલજી લખમશી નપૂ અને ખીમજી માંડણ ભુજપુરિયા સામાજિક ઉન્નતિનાં અગ્રેસર હતા.
આજથી ૧૨૦ વર્ષ પહેલાં કચ્છના સુથરી ગામમાં સંવત ૧૯૨૨માં જન્મેલ વસનજી દાનવીર શ્રેષ્ઠિ હતા. તે વખતે જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org