Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કચ્છમાં જન ધર્મ મા ગુલાબ દેઢિયા
પંખીઓ માળા તરફ પાછાં ફરી રહ્યાં છે. સીમમાંથી ખેડૂતે અને સાથીદારો ગામ તરફ આવી રહ્યા છે. ખેતરે કામ કરવા આવેલ બે-ત્રણ વૃદ્ધાઓ ઝડપથી પગ ઉપાડે છે, ઉતાવળે ઘરે પહોંચે છે. હવે દિવસ ઝળાંહળાં રહ્યો છે. સૂર્યાસ્તની તૈયારી થઈ ગઈ છે. આકાશમાં લાલાશ પથરાઈ ગઈ છે. હવે ખીચડી કે બાજરાના રોટલા કક્યારે બની રહે ? એકલી વૃદ્ધા સ્ત્રી બાજરાના લેટમાં છાશ મેળવી પી જાય છે, ઉપરથી પાણું પી લે છે, તૃપ્તિને ઓડકાર આવી જાય છે. એનો ચૌવિહાર આનાથી સચવાઈ જાય છે. આ છે આજ સુધીના કચ્છના જીવતા જૈન ધર્મનું ચિત્ર દિવસભર મજૂરી કરવી, સખત કામ કરવું અને ધર્મ સાચવવે.
કચ્છમાં જૈન ધર્મ મહાવીર સ્વામીના સમય કે એ પહેલાંથી પ્રવર્તમાન છે. એના પુરાવા પણ મળે છે. કચ્છના મહાતીર્થ ભદ્રેશ્વરની
સ્થાપના મહાવીર સ્વામીના નિર્વાણ પછી માત્ર ૨૩મા વર્ષે શ્રેષ્ઠી દેવચઢે કરી, એવા ઉલલેખ મળે છે. તે વખતે ભદ્રાવતી નગરીમાં. સિદ્ધસેન રાજા રાજ્ય કરતા હતા એટલે ૨૫૦૦ વર્ષથી તો કચ્છમાં જૈન ધર્મ છે. (ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ નામના પુસ્તકમાં શ્રી રતિ લાલ દીપચંદ દેસાઈએ ખૂબ ચીવટપૂર્વક આ હકીકત નોંધી છે.)
ગૃહસ્થાશ્રમમાં બ્રહ્મચર્યનું પાલન કરનાર વિજય શેઠ અને વિજયા શેઠાણું એ ભદ્રાવતી નગરીનાં હતાં.
સં. ૧૨૮૮માં વસ્તુપાળ અને તેજપાળ ભદ્રેશ્વરની યાત્રાએ આવી. ગયેલા. આ તીર્થને અલગ અલગ સમયે ૧૫ વખત જીર્ણોધાર થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org