Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈવ પત્રકારત્વ છે એક ઝલક
૨૮૭ બાકીના તબક્કા
હવે બાકીના બે તબક્કાની સંક્ષિપ્ત મિતાક્ષરી વિચારણા કરીશું. બીજો તબક્કો ૧૯૧૦ થી ૧૯પ૦ને ગણી શકાય, ત્રીજો તબક્કો ૧૯૬૦ થી આજ સુધીને.
બીજા તબક્કામાં સંસ્થાનાં મુખપત્રો અને સાધુસંચાલિત પાએ મુખ્ય કામગરી બજાવી છે. આ તબક્કામાં સાધુસંસ્થા સાંખ્યિક દૃષ્ટિએ પણ સમૂહ બની. એ સાથે જ તેના પ્રશ્નો ઊભા થયા. આ તબક્કામાં પત્રોને સાધુઓની સાથે સારી એવી અથડામણમાં આવવું પડ્યું છે. બાળદીક્ષા, દેવદ્રવ્ય વગેરે પ્રશ્નો અંગે શ્રી પરમાનંદકાપડિયાના
અને શ્રી ધીરજલાલ કરશી શાહના જૈન જ્યોતિ પત્રોએ સાધુસંસ્થા સામે સારી એવી ઝીંક ઝીલી. આ બંને પત્રો અને પત્રકારોને પ્રયાસના પરિણામે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને તેની પર્યુષણ વ્યાખ્યાનમાળા બને અસ્તિત્વમાં આવ્યાં. બીજા તબક્કાનું આ મહામૂલું પ્રદાન છે.
જા તબક્કામાં જ્ઞાતિપત્રોની સેવાઓ આગર્વી રહી છે. આ સમથમાં વિવિધ જ્ઞાતિની સંસ્થાઓએ પોતાનાં મુખપત્રો પ્રગટ કર્યા છે. એ જ્ઞાતિ પત્રોએ પિતાની જ્ઞાતિની કાયાપલટમાં યથાયોગ્ય ફાળે આપે છે. આ તબકકાનાં “વર્ધમાન જૈન' (મિન પાક્ષિક), મુક્તિ અને પ્રતિકાંતિ' (માસિક) – આ ત્રણ પત્રોએ યુવા આલમનું નૈતિક ઘડતર કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. યુવાનના ચારિત્રઘડતરને અનુલક્ષીને જ નીકળેલ આ પત્રો સમગ્ર જૈન પત્રકારતવની આગવી દેણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org