Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
- જૈન સાહિત્ય સમારોહ -શ્રીગણેશ કર્યા. માંસાહારનિષેધની તેમની આ લેખમાળાએ કેટલાક - અંગ્રેજે અને મુસલમાનોને શાકાહારી બનાવ્યાના દાખલા છે.
૨ શ્રી મોતીલાલે આપણું ગુજરાતી શબ્દકોષને પણ સમૃદ્ધ કર્યો છે. નર્મકોષમાં નહિ સમાયેલા એવા ગુજરાતી ભાષાના શબ્દને સંગ્રહ કરીને તેમણે ગુજરાતી શબ્દાર્થ કેાષ આપે. આ કેષ તે સમયના વડેદરા (ગાયકવાડી) રાજ્યના શિક્ષણ ખાતાએ મંજૂર કર્યો હતે.
જિન હિતેચ્છુ'નું સંપાદન તેમના પુત્ર વાડીલાલે સંભાળ્યું ત્યારે પણ આ પત્રમાં તે પ્રાણ પુરાયે જ, સાથોસાથ સમગ્ર જૈન પત્રકારવમાં પણ સબળ પ્રાણસંચાર થા. સમાજ, ધર્મ અને રાજકારણના પ્રશ્નોને જોવા-વિચારવાની તેમણે આગવી-નવી દષ્ટિ આપી. અને “શુÇ શુષ્કુ' તેમજ રતલ ગુજરાતી ભાષાને હૈયાસોંસરવી ઊતરે એવી - તીખાશ બક્ષો.
૪. ગુજરાતના આ વણલખ્યા ફિલસુફ પત્રકાર વા, મે. શાહે ૨૩ વરસ સુધી એકલા હાથે જૈન હિતેચ્છુ (ગુજરાતી માસિક),
જૈન સમાચાર (હિન્દી-ગુજરાતી પાક્ષિક) અને જૈન હિતેચ્છું” (હિન્દી પાક્ષિક) ચલાવ્યાં. આ પત્રો દ્વારા તેમણે સંપ્રદાયોને પિતાના વડામાંથી બહાર કાઢયા. પિતે સ્થાનકવાસી હતા પરંતુ જૈન સમાજને -નુકસાન કરનાર પ્રશ્ન કે પ્રસંગે તેમણે અચૂક કલમ ચલાવી છે. -આમ કરીને તેમણે “જૈન”ને વિશાળ અર્થમાં વિચારવાની ભૂમિકા બાંધી આપી.
૫. આજની અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ અને શ્રી સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ – આ બંને વા. મો. શાહનાં શકવતી પ્રદાન છે. પરંતુ તેમણે માત્ર ગૃહસ્થ સમાજને જ નહિ પણ સ્થાનકવાસી સાધુ-સંસ્થાને પણ દોરવણું આપી છે. તેમના જ
પ્રયાસથી સ્થાનકવાસી સાધુઓની પ્રથમ પરિષદ મળી. આ પરિષદ ' -વા. મ. શાહને જૈન સાધુઓમાં નવું લેહી રેડનાર ઉપકારી પુરુષ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org