Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૫૭
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર આખું બહ્માંડ સમાઈ જાય..! અને સંતકવિએ પણ આ જ પુરુષાર્થ કર્યો છે.
સંતકવિ માત્ર જૈન દર્શનથી પરિચિત અને પ્રભાવિત હતા, એટલું જ નહિ પણ એમણે વેદ અને બૌદ્ધ દર્શનને પણ અભ્યાસ કર્યો હતો. ગ્રીસના દાર્શનિકેની વિચારધારાઓ તથા પ્રાચીન રામની ફિલસૂફીઓનો કવિને સારો પરિચય અને અભ્યાસ હતો.
કુરળ” એ નીતિશાસ્ત્રને વ્યવહારુ ગ્રંથ માત્ર નથી. સંતકવિ વણકર હતા અને વણાટને કસબ અપનાવી શાશ્વત સિદ્ધાંતો તથા વ્યવહારુ સદાચારના અણુવાણાને અદષ્ટ રીતે વણું એક કુમાશભર્યું નયનરમ્ય તથા ઉપયોગી તત્તવ, કાપડ તૈયાર કર્યું છે, જે આજે પણ એટલું જ યથાર્થ (Relevant), ઉપગી , સક્ષમ અને ઉપકારક નીવડે એમ છે. અને સમયની કસોટીમાંથી પાર ઊતર્યું છે.
“કુરળના પ્રથમ પ્રકરણમાં ઈશ્વરને મહિમા છે પણ જેનદર્શનની જેમ જ સંત ઈશ્વરને વ્યક્તિવિશેષ કે Personalized God તરીકે નથી વર્ણવતા...એમણે પ્રાજ્ઞ પુરુષ, અદિતીય ગુણેના સાગરના મહર્ષિ, જિતેન્દ્રીય, પરમતત્વ વગેરે સંબોધનથી ઉ૯લેખ કર્યો છે. કેરળને ઉઘાડ કે અદ્ભુત છે. પ્રથમ ઋચા છે :
“અ” નાદસૃષ્ટિનું પ્રસ્થાનબિંદુ છેઃ એ પ્રમાણે પુરાણ પુરુષ ચરાચરનું આરંભબિન્દુ છે.
તમામ પ્રસ્થાન “અ”થી થાય છે. એક ખૂબીની વાત એ છે કે જગતની તમામ ભાષાઓના મૂળાક્ષરોમાં પ્રથમ અક્ષર “અ” છે. પછી અંગ્રેજીને “એ” હોય કે ઉર્દુને “અલીફ હોય !
આ પ્રકરણમાં જન્મમરણના ફેરાના અંત માટે ભક્તિભાવે પરમાત્માનું શરણ લેવાનું પણ કવિ નિદેશે છે.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org