Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર તમામ બંધનમાંથી મુક્ત થવાને રાજમાર્ગ નિર્દો છે. તમિળવાસીઓને સંતકવિ પ્રત્યે જે આદર છે તેની આપણને કલ્પના પણ આવી શકે એમ નથી.
૧૯૭૫ની આસપાસ મદ્રાસમાં સંતકવિનું ભવ્ય સ્મારક રચાયું. જે “વલ્લુરકુટ્ટી'ના નામે ઓળખાય છે. આ સ્મારક કલ્પનાતીત, અત્યંત ગૌરવપૂર્ણ અને ભવ્યાતિભવ્ય છે.
ભેંયતળિયે ચાર હજાર પ્રેક્ષકે બેસી શકે એવું એશિયાનું સૌથી મેટું ઓડિટોરિયમ છે. એ જ ઈમારતને અડોઅડ એક પથ્થરને રથ બનાવ્યો છે, કલાકારીગરીવાળા. એનાં પૈડાં બે માળ જેટલાં ઊંચાં છે. મુખ્ય ઇમારતની અગાશીમાંથી આ રથની દેરીમાં પ્રવેશી શકાય છે, જ્યાં સંતકવિની કાળા પથ્થરની અભુત પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સભાગારની ઉપર ચોતરફ મોકળાશવાળી ગેલેરી છે, જેમાં ગ્રેનાઈટ પથ્થરમાં દસ દસ કયાઓનું એક પ્રકરણ એમ ૧૩૦ પ્રકરણે અક્ષરશઃ કેતરવામાં આવ્યાં છે. દરેક વિભાગને જુદા જુદા રંગના ગ્રેનાઈટમાં કોતરવામાં આવ્યા છે. સફેદ, આછા લીલે અને ગુલાબી રંગમાં આવું ભવ્ય સ્મારક ભારતમાં કઈ સંત કે કવિનું રચાયું નથી. - સંત તિરુવલ્લુવરે લખેલે એક એક અક્ષર પથ્થરમાં બહ અને સ્થાયી થઈ ગયો છે.
આરસની એક નાનકડી તકતીમાં પિતાનું નામ કોતરવા માટે દાનવીર સજજન લાખનું દાન આપે છે, જ્યારે સંતકવિનાં એક એક શબ્દ પથ્થરસ્થ છે...આ એક અભૂતપૂર્વ ઘટના છે.
સંતકવિ ની પ્રતિભાને-પ્રશાને અને તપશ્ચર્યાને ઉદાત્ત સલામી છે. માનવીમાં જે સદ્ઈશ્વરનો અંશ છે, તેનું ગૌરવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org