Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
૨૬૭
પત્ની વાસુકિને થાળી પાસે એક પ્યાલામાં પાણી અને એક સેાય. મૂકવાની આજ્ઞા કરી, પતિવ્રતા પત્નીએ એ આજ્ઞા અંત સુધી પાળી.. મૃત્યુશય્યા પર પડેલી પત્નીએ અતિમ ઇચ્છા તરીકે ઉપર્યુક્ત જ્ઞાનું રહસ્ય જાણવા માગતાં કવિએ કહ્યું :
પીરસતી વખતે ભાતનેા એકાદ દાણા પડી જાય, તા સાયથી. ઉપાડી, પાણીથી ધાઈ, ઉપયાગમાં લઇ શકાય, એ આશયથી પાણી અને સેાય મૂકવાની આજ્ઞા આપેલી. પણ તારી દક્ષતાથી મારે એના. કદી ઉપયેગ કરવા ન પડચો.'
પરમ શાંતિ સાથે વાસુકિએ દે છેડયો.
આ ઘટના સંતના દાંપત્યજીવન વિશે ઘણું ઘણું કહી નય છે,. જ અરસપરસ અટલ વિશ્વાસના દૃષ્ટાંતરૂપ છે.
કવિની ભાતના એક દાણા પણ ન વેડફાય તેની તકેદારી, જીવ હિંસા ન થાય તે માટે ધેઈને ઉપયોગમાં લેવાની સજગતા બતાવે છે કે કવિએ પેાતાના જીવનની એક પળ−વિપળ પણ નિરક ખી નહિ હોય અને અવિરત ચિંતન અને મનનના પરિપાકરૂપ ‘કુરળ’” ગ્રંથ માનવજાતને પ્રાપ્ત થયા એ માટે આપણે સદા ઋણી અને અનુગ્રહીત રહીશું.
Jain Education International
n
For Private & Personal Use Only
www.jainelibrary.org