Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૮૧
જેના પત્રકારત્વ : એક ઝલક આશાતના થાય છે. સન ૧૮૫૯માં “જેન દીપક' પત્રે આ માન્યતા પર ઘણને ઘા કર્યો. પછીનાં પાત્રોએ પણ એ માન્યતાને તેડવામાં નોંધપાત્ર સહયોગ આપ્યો.
૨. આ પત્રોએ સાધુ-સંસ્થાને અને શિક્ષિત વર્ગને ધર્મ અને સમાજના પ્રશ્નો અને વિષયે અંગે વિચારતાં અને લખતાં કરવાની સફળ પ્રેરણા આપી. પત્ર–પ્રકાશનની પ્રવૃત્તિ વિકસતાં અને વિસ્તરતાં શિક્ષિત અને વિદ્વાનોને પોતાના વિચારે અભિવ્યક્ત કરવાનું એક સબળ માધ્યમ મળ્યું. પ્રારંભના તબક્કાનાં પત્રોએ આપણને શ્રી આત્મારામજી, શ્રીમદ્ બુદ્ધિસાગરજી, શ્રી કપૂરવિજ્યજી જેવા સાધુલેખકે તેમજ શ્રી કુંવરજી આણંદજી, શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, શ્રી મોતીલાલ મનસુખરામ, શ્રી વા. મો. શાહ, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, શ્રી મનસુખલાલ કિરતચંદ મહેતા જેવા પ્રખર વિદ્વાન લેખકે આપ્યા.
૩. પત્રોએ લેકકેળવણુનું પણ કામ કર્યું. ત્યારે બાળલગ્ન, અને વૃદલગ્ન સામાન્ય હતાં. કન્યાવિક્રય થત, સ્ત્રીકેળવણું હતી નહિ, હતી તો નહિવત હતી. બાળવિધવા કે યુવા-વિધવા પર સમાજનાં કડક નિયંત્રણ હતાં. મૃત્યુ પછી રડવા-કૂટવાનો રિવાજ હતા. મૃત્યુ પછીને વિધિ દિવસો સુધી ચાલતા. મરણ પછી જમણવાર થતા. લગ્નપ્રથા પણ કરેળિયાના જાળા જેવી જટિલ હતી. રખાત રાખવી, એકથી વધુ પત્ની કરવી, એ કેભ ગણુને. પરદેશગમન કરનારને આકરી સજા ભોગવવી પડતી.
ધાર્મિક પરિસ્થિતિ પણ પછાત હતી. સાધુ-સંસ્થા પર યતિ સંસ્થાની પકડ હતી. યતિએ મંત્ર-તંત્ર-જંતર કરતા. બાદશાહી ઠાઠથી રહેતા. “સ્વામી વાત્સલ્ય” કરાવવામાં જ ઘણું મોટું પુણ્ય છે એવી માન્યતા હતી. એ માટે ત્યારે હરીફાઈ થતી. સાત ક્ષેત્રોની જાળવણીનું ઘોર અજ્ઞાન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org