Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જેના પત્રકારત્વ : એક ઝલક પત્રોએ પાડેલી પરંપરાઓ
૧. જેને પત્રકારત્વના સર્વ પ્રથમ જેન દીપક માસિકે ચાર પ્રથાએ પાડી = (૧) અંકમાં તે માસનું પંચાંગ પ્રકટ કરવું, (૨) અંકમાં એકાદ સ્તવન અને સંવાદ મૂકવાં, (૩) “વર્ષને બદલે “પુસ્તક લખવું. અને (૪) વરસ સુધી સળંગ પાનાંનંબર આપવા. આપણે જોઈએ છીએ કે “આત્માનંદ પ્રકાશમાં આજે પણ “વર્ષને બદલે પુસ્તક લખાય છે. સ્થાનકવાસી કેન્ફરન્સના મુખપત્ર જૈન પ્રકાશમાં આજે પણ પાનાનંબર બાર મહિના સુધી સળંગ અપાય છે. અલબત્ત, હવે મોટા ભાગનાં પત્ર પંચાંગ નથી છાપતાં પરંતુ ત્યારપછી ઓછામાં ઓછાં ૫૦ વર્ષ સુધી તો માસિક પંચાંગ મહદ્ અંશે છપાતું જ રહ્યું છે. જૈન દીપકે માસિક પંચાંગે છાપીને આજે કેટલાંક પત્રો તરફથી અપાતાં વાર્ષિક પંચાંગની ભૂમિકા નિર્માણ કરી આપી છે એમ કહેવામાં જરૂયે વાંધો નથી,
૨ જેન દિવાકરે” મુખપૃષ્ઠ પર જ પિતાના નામને વણું લેતા દુહે મૂકવાની પ્રથા શરૂ કરી. તેને દુહા આ પ્રમાણે છે:
“નભને સુરજ નેત્રને સરજે તેજ વિશાળ,
જેન દિવાકર જીવનું તિમિર હરે તત્કાળ.” આ પ્રથા ત્યારપછી સન ૧૮૮૪માં પ્રગટ થયેલા “જૈન ધર્મ પ્રકાશે અને સન ૧૯૦૩માં પ્રકટ થયેલા “આત્માનંદ પ્રકાશે” લાંબા સમય સુધી અપનાવી છે; જો કે બધાં જ પત્રાએ એવું બેઠું અનુકરણ નથી કર્યું. પરંતુ ઊઘડતા પાને પ્રાચીન મલેક મક, અંગ્રેજી કવિતા મૂકવી કે કોઈ વિદ્વાનનું અવતરણ મુકવું એ પ્રથા આજે પણ સર્વાધિક જોવા મળે છે. તેનું ઊગમબિંદુ “જેન દિવાકરને દૂહે છે.
૩. સન ૧૮૮૪ પહેલાંનાં પત્રો અંગે ધૂળ માહિતી ઉપલબ્ધ નથી થઈ ત્યાં સુધી આપણે સ્વીકારી લઈએ કે આ વર્ષે પ્રગટ થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org