Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૭૨
જૈન સાહિત્ય સમારોહ ઊડતી નજર કરતાં આ પણ એક તથ્ય જાણવા મળે છે કે ગુજરાતના બધા જૈન ફિરકાઓમાંથી શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાઓ જૈન પત્રકારત્વના વિકાસ અને વિસ્તારમાં સર્વાધિક ફાળો આપે છે.
સંપ્રદાયની દષ્ટિએ વિચારતાં વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયે સન ૧૮૫૯માં જૈન દીપક દ્વારા, તાંબર સ્થાનકવાસી સંપ્રદાયે સન ૧૮૮૯માં “જૈન ધર્મોદય” દ્વારા અને દિગંબર સંપ્રદાયે સન ૧૯૪૨ માં “આત્મધર્મ દ્વારા ગુજરાતી જૈન પત્રકારત્વને શુભારંભ કર્યો. હજી આજની તારીખ સુધીમાં તેરાપંથ સંપ્રદાયનું એક પણ જૈન પત્ર ગુજરાતી ભાષામાં પ્રગટ થયું નથી.
- સંપ્રદાયની જેમ સંચાલનની દૃષ્ટિએ પણ જૈન પત્રકારત્વ ચાર ભાગમાં વિભક્ત છે. આપણી પાસે (૧) વ્યક્તિગત માલિકીનાં પત્રો, (૨) સંસ્થાનાં મુખપત્ર, (૩) જ્ઞાતિનાં પત્રો, અને (૪) અપ્રચછન્નપણે સાધુસંચાલિત કે પ્રેરિત અથવા પ્રોત્સાહિત પત્રો છે. વ્યક્તિગતજૈન પત્ર શરૂ કરવાનું સર્વ પ્રથમ સાહસ સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન શ્રી મોતીલાલ મનસુખરામે, અમદાવાદથી સન ૧૮૯૮માં જૈન હિતેચ્છ” માસિક કાઢીને કર્યું. સન ૧૮૫૯માં અમદાવાદથી પ્રકટ થયેલ “જૈન દીપક' સર્વ પ્રથમ સંસ્થાનું મુખપત્ર છે. કરછી દશા ઓસવાળ જ્ઞાતિએ સન ૧૯૨૧માં મુંબઈથી જ્ઞાતિ પત્રિકા' કાઢીને જ્ઞાતિપત્રોનું મંગલાચરણ કર્યું અને ગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી સન ૧૯૦૯ માં અમદાવાદથી બુદ્ધિપ્રભા” માસિકપત્ર પ્રગટ થયું. સાધુ પ્રેરિત અને સંચાલિત આ સર્વ પ્રથમ ગુજરાતી પત્ર છે.
વિકાસના ત્રણ તબક્કા ગુજરાતી ભાષાના જૈન પત્રકારત્વને સર્વાગીણ રીતે યથાયોગ્ય સમજવા માટે તેને ત્રણ તબક્કામાં વિભાજિત કર્યું છે. પહેલો તબક્કો સન ૧૮૫૯ થી ૧૯૦૯, બીજો તબક્કો સન ૧૯૧થી ૧૯૫૯ન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org