Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૬૩
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર નહીં. દેવ વિરુદ્ધ હોય તો પણ તેને શરણે ગયા વિના ઉદ્યમી મનુષ્ય નિરંતર પુરુષાર્થ કરે છે. (પ્રારબ્ધના પુરુષાર્થ દ્વારા પ્રતિકારની ભાવના છે. )
દાન, પરકાર્ય–તત્પરતા, ઉદારતા, પરોપકાર, કૃતજ્ઞતા, ઋણસ્વીકાર વગેરેને મહિમા સંતકવિએ ખૂબ ગાય છે. કવિ કહે છે: સજજન પુરુષોએ સ્વ-પરિશ્રમથી એકત્ર કરેલી સંપત્તિ પરજનહિતાય જ હોય છે. અને છેલ્લે એમણે, સંકટમાં પણ ખૂબ હસો એવી અમૂલ્ય સલાહ ઉચ્ચારી છે.
અંતમાં સંતકવિએ નિર્વિકલ્પ અવસ્થાની છેવટની વાત પણ કહી છે.
કુળને બીજો ખંડ - વિભાગ “સંપત્તિ' અર્થાત અર્થને લગતા છે, જેમાં મુખ્યત્વે રાજ્યકારભારને પ્રાધાન્ય આપ્યું છે. ઉપરાંત વિદ્યા, શિક્ષણ પ્રત્યે અનુગ્રહ, શાણા માણસને સંગ, સમજણ, સજજનની મૈત્રી, સમય પારખીને આચરણ, સંકટ સમયે હિંમત, આચારશુદ્ધિ, દઢ સંક૯પશક્તિ, વકતૃત્વશક્તિ, મૈત્રીગ્ય મિત્રો, જુગાર, મદિરાપાન, વેશ્યાગમન, દુરાચાર, કુલીનતા, યેગ્યતા, મહત્તા, સન્માર્ગે વપરાતું ધન, કુટુંબની ઉન્નતિ, વગેરે વિષયો અને નીતિનિયમોના અનુશીલનની વિશદ સમજણ આપી છે.
ખેતી વિશે કવિ કહે છે કે, “ખેતી એ જ મુખ્ય ઉદ્યોગ છે. ખેડૂત સમાજની ધરી રૂપ છે અને ધરતીને ખેડનાર જ સાચું જીવન જીવે છે. બીજા તે એને અનુસરે છે અને શિયાળે રોટલે ખાય છે. કૃષિકાર હાથ જોડી બેસી રહેશે તે અનાસક્તોએ પણ સહન કરવું પડશે.'
રાજ્યકારભાર અને રાજકારણમાં રાજવીઓના ગુણ, યુદ્ધ માટે સ્થાન-પરીક્ષા, વ્યુહરચના, વિશ્વાસ અને કાળની કસોટી, ન્યાયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org