Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
૨૫ટ જેના જિનપદેશમાં અતિથિ વિભાગવત પ્રાધવામાં આવ્યું છે. સંવિભાગ એટલે સરખી રીતે વિભાગપૂર્વક અતિથિને આપવું અને પછી પિતાના માટે રાખવું. - નવમા પ્રકરણમાં અતિથિધર્મ વિશે સંતકવિ કહે છે?
અતિથિને પ્રથમ જમાડી શેષ રહેલાંને આહાર કરે એવા મનુષ્યનો મહિમા છે. આખર માણસ શા માટે પરિશ્રમ કરે છે ? અને ગૃહસ્થાશ્રમી બને છે? અતિ થિઓને જમાડવા અને યાત્રાળુઓને આશ્રય આપવો. વૈભવની છોળો વચ્ચે વાત્રાળુને આદર-સત્કાર ન કરવો એ જ ખરી નિર્ધનતા અને મૂર્ખાઈ છે.'
સત્ય-Ultimate કે Absolute Truth-પરમતત્વને તમામ તત્ત્વચિંતકેએ સ્વીકાર્યું છે, અને એની સાધના, ખેજ અને સાક્ષાત્કાર માટેની પ્રક્રિયાઓ પોતપોતાની રીતે નિર્દેશ છે. તમામ ધર્મધારાઓએ પણ પરમ ચેનના આવિષ્કાર કે આત્મજ્ઞાન અંતિમ લક્ષ્ય અને મુક્તિની અવસ્થા તરીકે વર્ણવ્યું છે. સત્યને ઘણું દરવાજા છે. જે સાધક જે દરવાજો ખખડાવે તેને ત્યાંથી જવાબ મળી રહે છે.
સત્યની ઇમારતને માત્ર દરવાજાઓ જ છે, દીવાલ નથી.
સંતકવિએ કહ્યું છેઃ “વિશ્વમાં સત્યથી ચડિયાતું બીજું કશું જ નથી અને માનવદેહ પ્રાપ્ત થયા પછી જે સત્યને સાક્ષાત્કાર ન થાય તો આ રતનચિંતામણિ જન્મને શું અર્થ ?”
જેને શાસ્ત્રના ચતુરંગીય સૂત્રમાં આ જ વાત જોવા મળે છે. સંસારમાં પ્રાણીમાત્રને ચાર ઉત્તમ અંગે મળવાં ઘણું દુર્લભ છે. એક મનુષ્યપણું-મનુષ્યને અવતાર, બીજુ શ્રુતિ-સારાં વચનનું શ્રવણ, ત્રીજું તે સારાં વચનામાં શ્રદ્ધા થવી, અને ચોથું થયેલી શ્રદ્ધા અનુસાર સંયમની પ્રવૃત્તિમાં પુરુષાર્થ કર, શક્તિને ઉપયગ કરવો.”
વ્યાવહારિક અને લૌકિક સ્તરે સત્ય વિશે સંતકવિ કહે છે કેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org