Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૩૭
નતકના માત્ર મહોવધવા થાય
s
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે અદેખાઈથી પ્રેરિત આળ
મહાઉમ્મગ” જાતકના અસાધારણ બુદ્ધિચાતુર્ય ધરાવતા મહૌષધની અદેખાઈથી, બીજા પ્રધાન મહૌષધ દેશદ્રોહી હેવાનો મગધરાજના મનમાં વહેમ ઊભો કરે છે, અને તેને દેશવટે થાય છે. એ જ રીતે સેળમી સદીના અંતમાં રચાયેલા બલ્લાલકૃત ભેજપ્રબંધમાં કાલિદાસને ભોજે બહુ મા તેથી અદેખાઈથી બળતા. પંડિતાએ રાજાની દાસીને સાધી, તેના દ્વારા રાજાના મનમાં એ વહેમ ઊભો કર્યો, કે કાલિદાસ અને રાણી લીલાવતી એકબીજાના. પ્રેમમાં છે. પરિણામે કાલિદાસને દેશવટો મળે છે.
વર્તમાન સમયમાં અસાધારણ પ્રતિભા અને પ્રગતિ કરનારા અગ્રણુઓના ચારિત્રખંડનને અફવા દ્વારા થઈ રહેલો પ્રયોગ આ. પ્રકારને ગણી શકાય. સમાજજીવન અને રાજકારણમાં આવું વિશેષ. બને છે.
જૈન, બૌદ્ધ કે હિન્દુ ધર્મમાં કથાસાહિત્યનું પ્રમાણ પુષ્કળ છે. તેને મુખ્ય ઉદ્દેશ ધર્મ, નીતિ, કર્મનું ફળ બતાવવાનો અને અંતિ મોક્ષમાર્ગને ઉપદેશ આપવાનો હોય એ સ્વાભાવિક છે. પણ એ સિદ્ધ કરતાં પહેલાં આપણા પૂર્વજોએ કથાસાહિત્યમાં સમગ્ર જીવનનું વાસ્તવિક જીવનનું પૂર્ણ દર્શન કરાવ્યું છે, અને તેમાં એક પણ ક્ષેત્ર બાકી રહ્યું નથી. સ્ત્રીચરિત્ર, વિક્રમચરિત્ર, પ્રેમ, વેર, ગણિકા, ધૂ, મૂર્ખ, પંડિત વગેરેના જીવનપ્રવાહને સ્પષ્ટ કરીને, સામાન્ય માનવીને આ બધા સંજોગોમાં સૂઝ પડે એ રીતે માર્ગદર્શક બનવાને પણ હેતુ સિદ્ધ કર્યો છે. એવા સર્વાગી જીવનદર્શનથી પર થઈને અંતે મોક્ષગામી થવાનું છે. પણ એ પહેલાં દર્શન અધૂ . હોય તો એથી પર થઈને વીતરાગ થવાનું શક્ય નથી. એટલે આપણા કથાસાસિત્યમાં સામાન્ય માનવીને રસ પડે એ રીતે કથા--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org