Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૫.
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર નોંધાવેલ ફાળો અનન્ય અને અમૂલ્ય છે.
કહેવાય છે કે આઠ હજાર જેને એ દરેકે એકએક ચા રચી.. અને આઠ હજાર ઋચાઓની વિખ્યાત કૃતિ “નલદીયાર રચાઈ, જેની આજે માત્ર ચારસો રચાઓ ઉપલબ્ધ છે.
તમિળ વ્યાકરણ અને શબ્દકોશની રચના જેનેએ કરી. અવી-- યાર નામનાં કવયિત્રી ખૂબ લોકપ્રિય હતાં. તેઓ જૈન સાધ્વી હતાં, જેમણે જૈનદર્શન વિશે પદ્યમાં ગ્રંથ રચે અને વૈરાગ્ય, કર્મવાદ, વીતરાગતા, નિલેપતા વગેરે વિષયેની ઊંડી છણાવટ કરી છે.
પાંચ મહાકાવ્યઃ આઈમપેરૂમ કપીએન્ગલ-મણિમેખલાઈ, શિયાધિકારમ'. “વલપથી', ચિંતામણિ, અને “કુંડલકેશન” એ. પાંચ મહાકાવ્યમાંથી ત્રણના રચયિતા જૈન હતા.
સૌથી પ્રાચીન ની ઘટુ “દિવાકરમ' (શબ્દકોશ) જૈન કૃતિ છે.
સંસ્કૃત અને તમિળના વિદ્વાન અમીતસાગર જૈન હતા. એમણે તમિળ શબ્દોના વ્યાકરણ કરીકકાઈની રચના કરી.
પ્રખર અને પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કુંદકુંદ આચાર્ય કર્ણાટકમાં જન્મેલા. એમણે પ્રાકૃત ભાષામાં પ્રસિદ્ધ ગ્રંથ “સમયસાર’ની રચના કરી હતી. “સમયસાર' ગ્રંથની કન્નડ આવૃત્તિ તાજેતરમાં જ કર્ણા. ટકના દિગંબર જૈન ટ્રસ્ટ પ્રકાશિત કરી છે. આ ટ્રસ્ટ આચાર્યશ્રીની. આત્મકથાના પ્રકાશન માટે પણ પ્રવૃત્ત છે. પ્રભાવક જૈન સાધ્વીઓ
પ્રભાવક જૈન સાધવીઓએ પોતાનાં તપ અને વિદ્વત્તાથી અને બેધ-ઉપદેશ દ્વારા સમાજ પર પ્રચંડ પ્રભાવ પાડ્યો. એમણે ગૃહસ્થ ધર્મને બેધ આપે અને સાદા સંયમી જીવન તેમજ સદાચાર તરફ લોકોને વાન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org