Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૩૬
જૈન સાહિત્ય સમારોહ શત્રુને વહેમને ભેગ બનાવ
પ્રતિકૂળ વતન કરનારને પ્રપંચથી વહેમમાં સંકેવી સીધા કરવાની યુક્તિવાળા કથાઘટકમાં નિર્બળ, નાની કે હાથ નીચેની
વ્યક્તિ, સબળ કે મેટી વ્યક્તિથી થયેલા અન્યાયને દૂર કરવા, શત્રુને વહેમનો ભંગ બનાવી સીધા કરે છે. કયારેક વશવત કરવા આ
થાઘટકનો ઉપયોગ થાય છે અને ધાર્યું પરિણામ આવતાં યુક્તિપૂર્વક વહેમને દૂર કરવામાં આવે છે.
“પઉમસિરિચરિલમાં પિતાના બે ભાઈઓ સાથે રહેતી ધનશ્રીને દાનધર્મ તેની બંને ભાભીઓને આંખના કણાની માફક ખૂંચે છે. “નણંદ તો અમારું ઘર લૂંટાવે છે એવી ભાભીઓએ કરેલી નિંદાથી ધનશ્રી બંને ભાભીઓને સીધી કરવા કુટિલ યુક્તિ રચે છે. મોટી ભાભીને ગર્ભિત રીતે ચારિત્ર શિથિલ ન થવા દેવાના ભાઈની - હાજરીમાં આપેલા ઉપદેશથી, ભાઈને ભાભીના ચારિત્ર વિશે શંકા - થતાં, તેનો ત્યાગ કરવા તૈયાર થાય છે, ત્યારે ધનશ્રી વચ્ચે પડીને
ભાઈને સમજાવતાં કહે છે: “મારું સૂચન તે સામાન્ય ઉપદેશરૂપે - હતું. ભાભી પર વહેમ લાવવાનું કારણ નથી, અને એ રીતે ભાઈને મનાવી લે છે. એ જ રીતે નાના ભાઈના મનમાં ભાભી વિશે ચેરી અગે વહેમ ઊભું કરી, વાતને સિફતથી વાળી લે છે. અલબત્ત, આ કુટિલ યુક્તિથી ધનશ્રીના પછીના ભવમાં તેના પર દુઃશીલતાનો અને ચેરીને આરોપ આવે છે. નટપુત્ર રોહકની વાતમાં બાળરેહકને દુઃખ દેતી અપરમાને સીધી કરવા આ બ્યુહ રચાય છે. પૂર્ણભદ્રના પંચાખ્યાન' (૧૧૯૯) ૧-૩માં અને પશ્ચિમ ભારતીય પંચતંત્ર'(દસમો સકે)માં આવતી દંતિલ શ્રેષ્ટિ અને ગોરંભની -વાતમાં પણ આ પ્રકારના કથાઘટકને ઉપયોગ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org