Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ સાધુજીવનના આચારે, તેમાં લાગતા દોષો, તે દોષોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત આદિનાં વિધાનો બતાવી સંયમજીવનની આરાધનાની નિમ. ળતા, પરિણામશુદ્ધિ, આચારશુદ્ધિ અને પ્રાયશ્ચિત્તશુદ્ધિ આદિનું સુંદર વર્ણન છે.
૪ ચાર મૂલસૂત્રે : શાસનની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણના પ્રાણ સમા ચારિત્રના પાયાને મજબૂત કરનારા શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બનવાની યોગ્યતાનું ઘડતર કરનાર સંયમી જીવનના મૂલગ્રંથે આ પ્રમાણે ચાર છેઃ ૧ આવશ્યક સૂત્ર, ૨ દશવૈકાલિક સૂત્ર, ૩ ઓઘનિર્યુક્તિ-પિંડનિર્યુક્તિ, અને ૪ ઉત્તરાધ્યયનસૂત્ર. - આ સુત્રોમાં અનુક્રમે ૧ સામાયિક આદિ છ આવશ્યકનું સ્વરૂપ, ૨ સાધુ સાધ્વીના મૂળભૂત આચારોનું વર્ણન, ૩ દીક્ષા ગ્રહણ કર્યા પછી કેવી રીતે બોલવું-ચાલવું–ગોચરી કરવી વગેરે સંયમ-જીવનને ઉપયોગી બાબતો, અને ૪ પરમાત્મા શ્રી મહાવીરદેવની અંતિમ દેશના આદિનું સુંદર વર્ણન છે. - પ દશ પ્રકીર્ણ કે (પન્ના) ચિત્તના આરાધકભાવને જાગ્રત કરનાર નાના-નાના ગ્રંથે તે પ્રકીર્ણક દશ છે. તે આ પ્રમાણે : ૧ ચતુઃ શરણ, ૨ આતુર પ્રત્યાખ્યાન, ૩ મહાપ્રયાખ્યાન, ૪ ભક્તપરિજ્ઞા, ૫ તંદુવૈચારિક, ૬ સંસ્તારક, ૭ ગચ્છાચાર, ૮ ગણિવિદ્યા, ૮ દેવેન્દ્રસ્તવ અને ૧૦ મરણસમાધિ. - આ દશ પ્રકીર્ણકમાં અનુક્રમે ૧ ચાર શરણ, ૨ સમાધિમરણની પૂર્વ તૈયારીરૂપે આરાધના, ૩ અનશન માટેની તૈયારીની માહિતી, ૪ ચાર આહારનો ત્યાગ માટેની ઉચિત મર્યાદા, ૫ જીવની ગર્ભાવસ્થા પછીની ક્રમિક અવસ્થા વગેરે, ૬ અંતિમ સમયે ચાર આહારને ત્યાગ કરી સંથારે કેવી રીતે કરવો તેની માહિતી, ૭ સાધુઓના આચારની મર્યાદા અને સુવિહિત સમુદાયનું સ્વરૂપ, ૮ આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org